Get The App

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદીત કેસ મામલે હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું લીધો નિર્ણય

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદીત કેસ મામલે હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું લીધો નિર્ણય 1 - image
ImageTwitter 

Shri Krishna Janmabhoomi : શ્રી કૃષ્ણ જન્મભૂમિ - મથુરાના શાહી ઈદગાહ વિવાદ મામલે અલાહાબાદ હાઇકોર્ટે બુધવારે મુસ્લિમ પક્ષના રિકોલ પર કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને રિકોલ અરજી ફગાવી દીધી. મુસ્લિમ પક્ષે 11 જાન્યુઆરી, 2024ના આદેશને પડકારતી રિકોલ અરજી દાખલ કરી હતી. 15 અરજીઓ પર રિકોલ અરજી દાખલ કરવામાં આવી હતી. આ પહેલા 16 ઑક્ટોબરે અલ્હાબાદ હાઇકોર્ટે આ કેસની સુનાવણી કરતાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

બુધવારે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે ચૂકાદો આપતાં કહ્યું કે, હાઇકોર્ટ તમામ 15 કેસની એકસાથે સુનાવણી કરશે. જ્યારે તમામ દાવાઓને અલગથી સાંભળવાની મુસ્લિમ પક્ષની માંગને હાઇકોર્ટે  ફગાવી દીધી હતી.

આ પણ વાંચો : BRICS Summit 2024 : વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે પાંચ વર્ષ બાદ દ્વિપક્ષીય બેઠક બેઠક, એક કલાક સુધી ચાલી મુલાકાત

જસ્ટિસ મયંક કુમાર જૈનના નિર્ણયથી હિન્દુ પક્ષે રાહતનો શ્વાસ લીધો છે. આ કેસ શાહી ઈદગાહ મસ્જિદના માળખાને હટાવીને જમીનનો કબજો તેમજ મંદિરના પુનઃનિર્માણની માગણી સાથે દાખલ કરવામાં આવ્યો હતો.

હિંદુ પક્ષ તરફથી દાખલ કરવામાં આવી હતી અરજી

આ કેસ મુગલ બાદશાહ ઔરંગઝેબના જમાનાની શાહી ઈદગાહ મસ્જિદ સાથે સંબંધિત છે. આરોપ એવો છે કે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર બનેલા મંદિરને તોડીને શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે.

અલ્હાબાદ હાઇકોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં શાહી ઈદગાહ મસ્જિદની જમીન પર હિન્દુઓનો અધિકાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. અરજીમાં શાહી ઈદગાહ મસ્જિદની જમીન પર પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 'અમે યુદ્ધ નહીં, વાતચીત અને વ્યૂહનીતિના સમર્થક', બ્રિક્સ મંચ પરથી દુનિયાને વડાપ્રધાન મોદીનો મેસેજ

કોર્ટના નિર્ણય બાદ હવે શરુ થશે ટ્રાયલ

મુસ્લિમ પક્ષે વકફ ઍક્ટનો ઉલ્લેખ કર્યો છે. મુસ્લિમ પક્ષે હિંદુ પક્ષની અરજીને ફગાવી દેવા માટે કોર્ટને અપીલ કરી છે.

હાઇકોર્ટે આ કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે, હિંદુ પક્ષની અરજીઓ ઈદગાહમાં માલિકી હક્કોને લઈને સુનાવણી યોગ્ય છે. કોર્ટે કહ્યું કે, આ મામલે સુનાવણી ચાલુ રહેશે. કોર્ટે મુસ્લિમ પક્ષની રિકોલ પિટિશનને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. હાઇકોર્ટના નિર્ણય બાદ હવે આ કેસમાં ટ્રાયલ શરુ થશે. 

હિન્દુ પક્ષનું કહેવું છે કે ઈદગાહની અઢી એકર જગ્યા સંપૂર્ણ રીતે ભગવાન કૃષ્ણનું ગર્ભગૃહ છે. શાહી ઈદગાહ મસ્જિદ કમિટી પાસે આ જમીન સંબંધિત કોઈ રેકોર્ડ કે દસ્તાવેજો નથી.


Google NewsGoogle News