મોબાઈલના વધુ ઉપયોગથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો! રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

છેલ્લા પચાસ વર્ષોમાં વિશ્વ લેવલે પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં 50 ટકાનો ઘટાડો થયેલ જોવા મળ્યો

18 થી 22 વર્ષની વયના 2,886 સ્વિસ પુરુષોના ડેટાની તપાસ કરવામાં આવી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
મોબાઈલના વધુ ઉપયોગથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો! રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો 1 - image
Image Envato 

તા. 3 નવેમ્બર 2023, શુક્રવાર 

Sperm Count Research: જીનેવા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલ સ્ટડીમાં સૈનિક ભરતી કેન્દ્રો પર 2005 અને 2018 વચ્ચે એકત્ર કરવામાં  આવેલ 18 થી 22 વર્ષની ઉંમરના 2886 સ્વિસ પુરુષોના ડેટા પર તપાસ કરવામાં આવી હતી. 

આ પહેલા ભોજન અને પાણીમાં રહેલા વિષાક્ત પદાર્થો જવાબદાર હતા

છેલ્લા પચાસ વર્ષોમાં વિશ્વ લેવલે પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં 50 ટકાનો ઘટાડો થયેલ જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોએ આ ઘટાડા માટે પ્રદુષણ અને અમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતાં ભોજન અને પાણીમાં રહેલા વિષાક્ત પદાર્થો જેવા કેટલાક કારણોને જવાબદાર ગણાવ્યા હતાં, પરંતુ હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એક અન્ય કારણ છે જેના પર વિચાર કરવાની જરુરીયાત છે, અને તે છે મોબાઈલ ફોનનો વધતો ઉપયોગ. 

નવા સંશોધનમાં મોબાઈલ ફોનનો ઉપયોગ અને ઓછા સ્પર્મ કોન્સનટ્રેશન તેમજ કુલ સ્પર્મ કાઉન્ટની વચ્ચે એક મહત્વનો સંબંધ વિશે ખ્યાલ આવ્યો છે.  

18 થી 22 વર્ષની વયના 2,886 સ્વિસ પુરુષોના ડેટાની તપાસ કરવામાં આવી

જીનેવા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં લશ્કરી ભરતી કેન્દ્રો પર વર્ષ  2005 અને 2018 વચ્ચે એકત્ર થયેલા 18 થી 22 વર્ષની વયના 2,886 સ્વિસ પુરુષોના ડેટાની તપાસ કરવામાં આવી હતી. જો કે, અભ્સાસમાં મોબાઈલ ફોનનો ઉપયોગ અને ઓછા સ્પર્મ ગતિશીલતા અને મોર્ફોલોજીની વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી, પરંતુ તેમા સ્પર્મ કોન્સનટ્રેશન અને ગણતરી વચ્ચે એક સંભવિત સંબંધ જોવા મળ્યો હતો. 

આ સ્ટડીમાં શું શું જાણવા મળ્યુ

શોધકર્તાઓએ તેમના અભ્યાસમાં જોયુ કે, જે પુરુષ દિવસમાં 20થી વધુ વખત પોતાના ફોનનો ઉપયોગ કરે છે, તેમને સ્પર્મમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી જોવા મળી હતી, જ્યારે તેમના ફોનનો ઓછો ઉપયોગ કરવાવાળામાં તુલનાત્મક રીતે થોડા વધારે હતા. 

આ સમયગાળો દિવસમાં એક અથવા એકથી ઓછી વખત ફોનનો ઉપયોગ કરનારા યુજર્સની તુલનામાં વધારે ફોનનો ઉપયોગ કરનારા યુજર્સના સ્પર્મ કોન્સનટ્રેશનમાં 21 ટકા ઓછો જોવા મળ્યા છે.


Google NewsGoogle News