Get The App

દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે તિરાડની અટકળો તેજ, બેઠકમાં ગેરહાજર રહ્યા નાયબ મુખ્યમંત્રી?

Updated: Feb 15th, 2025


Google News
Google News
દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે તિરાડની અટકળો તેજ, બેઠકમાં ગેરહાજર રહ્યા નાયબ મુખ્યમંત્રી? 1 - image


Maharashtra Politics: મહારાષ્ટ્ર મહાયુતિમાં બધું બરોબર ચાલી રહ્યું નથી. તેને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. આ સવાલ એટલા માટે ઉદ્ભવી રહ્યા છે, કારણ કે થોડા દિવસો પહેલાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક બેઠક બોલાવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ શિંદે આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. જેને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફડણવીસ અને શિંદે વચ્ચે બધું બરોબર ચાલી રહ્યું નથી. 

જોકે 2027માં નાસિકમાં યોજાનારા કુંભ મેળાને લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં નાસિક મહાનગર ડૅવલપમેન્ટ ઑથોરિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં એકનાથ શિંદે જોડાયા ન હતા. આ બેઠકના બે દિવસ બાદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે નાસિકનો પ્રવાસ કર્યો હતો અને કુંભ મેળાને લઈને અલગથી સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં સત્તારુઢ ગઠબંધનના સહયોગીઓ વચ્ચે તિરાડની અડકળો તેજ થઈ છે. 

જોકે એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમણે સમીક્ષા બેઠક એટલા માટે કરી, કારણ કે તે પાર્ટીની રેલી માટે નાસિકમાં હતા. તેમણે કહ્યું હતું કે ગઠબંધનમાં કોઈ તિરાડ નથી. તેમણે એ પણ કહ્યું કે નાસિક અને રાયગઢના સંરક્ષક મંત્રી પદનો મુદ્દો જલદી જ ઉકેલવામાં આવશે. 

થોડા દિવસો પહેલાં ફડણવીસે કુંભ મેળા માટે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં નાસિક મહાનગર ડૅવલપમેન્ટ ઑથોરિટીની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શિંદેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે શિંદે બેઠકમાં જોડાયા ન હતા. 

આ પહેલાં જ્યારે મંત્રી ગિરીશ મહાજને નાસિકમાં બેઠક બોલાવી હતી તો શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના મંત્રી દાદા ભુસે, જે નાસિક સંરક્ષક મંત્રી પદ માટે ઉત્સુક છે, બેઠકમાં જોડાયા ન હતા. નાસિકના સંરક્ષક મંત્રી પદને લઈને સત્તારુઢ ગઠબંધન, ખાસકરીને ભુસે અને મહાજન વચ્ચે ખેંતચાણ ચાલી રહી છે, જેના પર શિવસેના અને ભાજપ બંને દાવા કરી રહી છે. આ પદ મહત્ત્વપૂર્ણ છે કારણ કે 2027માં નાસિકમાં કુંભ મેળો યોજાશે. 

પત્રકારોના પ્રશ્નના જવાબમાં મહાજને કહ્યું કે તેમણે શિંદે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની કેટલીક મજબૂરીઓ હતી, એટલા માટે તે જોડાઈ શક્યા નથી. 

મહાજને કહ્યું કે મુખ્યમંત્રીએ પણ આ સંબંધમાં એક બેઠક કરી હતી, પરંતુ હું તેમાં હાજરી આપી શક્યો ન હતો. કુંભ મેળો સરકારમાં બધાની સામૂહિક જવાબદારી છે. એટલા માટે જો શિંદેએ આ સંબંધમાં બેઠક કરી તો શું ખોટું છે? દાદા ભુસેએ પણ કુંભ મેળાના સંબંધમાં એક વિસ્તૃત બેઠક કરી. મને આમંત્રિત કર્યો ન હતો. આ વખતે કુંભ મેળાનું મોટા પાયે આયોજન થવા જઈ રહ્યું છે. એટલા માટે તમામની જવાબદારી છે કે અમે બેઠક કરીએ અને અધિકારીઓ પાસે તૈયારીઓ વિશે અપડેટ લઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે સત્તારુઢ ગઠબંધન પક્ષો અથવા નેતાઓ વચ્ચે કોઈ મતભેદ નથી. 


Tags :
Devendra-FadnavisNashik-Kumbh-MelaEknath-ShindeSharad-PawarShiv-Sena

Google News
Google News