સર્વપક્ષીય બેઠકમાં JD(U) અને YSRCPએ કરી મોટી માગ, NEET-UG સહિત આ મુદ્દા પણ ઉઠ્યા
Image : IANS |
All Party Meeting: કેન્દ્ર સરકારે સંસદના ચોમાસા સત્ર પહેલા આજે (21 જુલાઈ) સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં વિરોધ પક્ષોએ તેમની જૂદી જૂદી માંગણીઓ રજૂ કરી હતી. તો કોંગ્રેસે બેઠક દરમિયાન વિવિધ મુદ્દાને ઉઠાવ્યા હતા. આ બેઠકમાં JD(U) બિહાર અને YSRCPએ આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી હતી. આ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી.
In the all-party meeting of floor leaders chaired by the Defence Minister Rajnath Singh, the universal demand was for the constitution of the 24 Department-Related Standing Committees and giving them their due importance. There was also an universal demand for reviving the…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 21, 2024
ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઈએ : કોંગ્રેસ
કોંગ્રેસે બેઠકમાં કહ્યું કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ NEET-UGનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ ઈડી, સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો પણ આરોપ લગાવ્યો હતો. તો રામ ગોપાલ યાદવે કંવર માર્ગ પર નેમ પ્લેટ લગાવીને દુકાનદારોની ઓળખ દર્શાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જ્યારે YSR કોંગ્રેસે કહ્યું કે TDP સરકાર રાજ્યમાં તેમના નેતાઓને નિશાન બનાવી રહી છે, તેથી તેમને સુરક્ષા મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે જે 12મી ઓગસ્ટે સમાપ્ત થશે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાંસદે વિપક્ષી સાંસદોને સંસદમાં બોલવા દેવાની પણ અપીલ કરી હતી.
બેઠકમાં TMC નેતાની ગેરહાજરી
સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસના જયરામ રમેશ અને કે સુરેશ, AIMIMના અસદુદ્દીન ઓવૈસી, RJDના અભય કુશવાહા, JDUના સંજય ઝા, AAPના સંજય સિંહ, SP નેતા રામ ગોપાલ યાદવ અને NCPના પ્રફુલ્લ પટેલ જેવા નેતાઓ હાજર હતા. એ બેઠકમાં તૃણમૂલ (TMC)ના કોઈપણ નેતા હાજર રહ્યા ન હતા, કારણ કે 21 જુલાઈએ બંગાળમાં દર વર્ષે આયોજિત શહીદ દિવસમાં TMCના તમામ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. નોંધનીય છેકે નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કીરેન રિજિજૂ સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠક સવારે 11 વાગ્યે સંસદ ભવનના મુખ્ય સમિતિ ખંડમાં યોજાશે.
આ પણ વાંચો : ‘બસ, થોડા દિવસની મહેમાન છે મોદી સરકાર...' મમતાની રેલીમાં અખિલેશ યાદવનું મોટું નિવેદન