Special Operation Medal 2023 : ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

એવોર્ડ માટે 10 રાજ્યો અને ત્રણ કેન્દ્રીય એજન્સીઓમાંથી 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરાઈ

ગુજરાતમાંથી DIGP દિપેન ભદ્રમ, Dy.SP ભાવેશ રુઝીયા સહિત 20 પોલીસ અધિકારીઓની પસંદગી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
Special Operation Medal 2023 : ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી 1 - image

નવી દિલ્હી, તા.31 ઓક્ટોબર-2023, મંગળવાર

કેન્દ્રીય ગૃહમંત્રીના સ્પેશિયલ ઓપરેશન મેડલ-2023 (Special Operation Medal 2023) માટે ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. DIGP દિપેન ભદ્રમ, ડીવાયએસપી ભાવેશ રુઝીયા સહિત ગુજરાતમાંથી 20 પોલીસ અધિકારીઓની મેડલ માટે પસંદગી કરાઈ છે. મણિપુર પોલીસના મહાનિદેશક રાજીવ સિંહ તેમજ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ હોદ્દાઓ પર કાર્ય કર્યા બાદ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)માં તૈનાત થનારા વરિષ્ઠ IPS અધિકારી અમિક કુમારનું નામ પણ યાદીમાં સામેલ છે.

આ 10 રાજ્યોના અધિકારીઓની એવોર્ડ માટે પસંદગી

એવોર્ડ માટે 10 રાજ્યો અને ત્રણ કેન્દ્રીય એજન્સીઓમાંથી 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરાઈ છે, જેમાં CRPFમાંથી 20, NIAમાંથી 9, NCBમાંથી 14, આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માંથી 12, આસામ (Assam)માંથી પાંચ, ગુજરાત (Gujarat)માંથી 20, ઝારખંડ (Jharkhand)માંથી 16, મધ્યપ્રદેશ (Madhya Pradesh)માંથી 21, તમિલનાડુ (Telangana)માંથી 19, તેલંગણા (Telangana)માંથી 22, ત્રિપુરા (Tripura)માંથી 2, પશ્ચિમ બંગાળ (West Bengal)માંથી 10 અને ઉત્તરાખંડ (Uttarakhand)માંથી 3 પોલીસ અધિકારીઓની એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.

Special Operation Medal 2023 : ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી 2 - image

Special Operation Medal 2023 : ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી 3 - image

Special Operation Medal 2023 : ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી 4 - image

Special Operation Medal 2023 : ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી 5 - image

Special Operation Medal 2023 : ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી 6 - image

Special Operation Medal 2023 : ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી 7 - image

આ એવોર્ડની શરૂઆત 2018માં થઈ હતી

હાઈ લેવલના ઓપરેશનોમાં મહત્વની ભૂમિકાને ધ્યાને લઈ વર્ષ 2018માં આ એવોર્ડની શરૂઆત કરાઈ હતી. આ એવોર્ડ આતંકવાદ સામે મુકાબલો, સરહદ પાર કાર્યવાહી, હથિયાર નિયંત્રણ, કેફી પદાર્થોની તસ્કરી અટકાવી જેવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે 31મી ઓક્ટોબરે પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે.


Google NewsGoogle News