ચૂંટણીમાં સોશિયલ મીડિયા અસરકારક છે, ડોર ટુ ડોર પ્રચાર હજુ પણ અચૂક શસ્ત્ર

ભારતમાં હાલ કરોડો લોકો પાસે મોબાઈલ છે અને દરેક લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે

જેથી નેતાઓ પણ ચૂંટણીમાં પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
ચૂંટણીમાં સોશિયલ મીડિયા અસરકારક છે, ડોર ટુ ડોર પ્રચાર હજુ પણ અચૂક શસ્ત્ર 1 - image


Social Media Effects on Elections: ટેક્નોલોજીની દુનિયામાં, ખાસ કરીને સોશિયલ મીડિયાની ક્રાંતિએ ભારતમાં ચૂંટણી પ્રચાર અને પાર્ટી સંગઠનોને પુન: આકાર આપ્યો છે. ભાજપે ઓનલાઈન પ્રચારમાં જીત મેળવી છે, પરંતુ અન્ય પક્ષો પણ પાછળ નથી. ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો હસ્તક્ષેપ ઘણો વધી ગયો છે. આમ છતાં, ડોર ટુ ડોર પ્રચાર એ હજુ પણ રાજકીય પક્ષો માટે એક અચૂક શસ્ત્ર છે. તેમજ નિરીક્ષકોએ પણ 2019ની સંસદીય ચૂંટણીને વોટ્સએપ ચૂંટણી ગણાવી હતી.

ભારત બન્યું  વૈશ્વિક સંચાર ટેકનોલોજી ક્રાંતિનું પ્રતીક

છેલ્લા એક દાયકામાં ભારત વૈશ્વિક સંચાર ટેકનોલોજી ક્રાંતિનું પ્રતીક બની ગયું છે. આજે, કાઉન્ટર પર મિનિટોમાં સ્માર્ટફોન ખરીદી શકાય છે. 2022 ના અંત સુધીમાં, બે તૃતીયાંશ ભારતીયો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને 2026 સુધીમાં, ભારતમાં એક અબજ સ્માર્ટફોન ગ્રાહકો હશે.

નેતાઓ લાખો ખર્ચ કરવા માટે પણ તૈયાર 

તમને Facebook અને Twitter પર પૂછવામાં આવે છે કે તમારા વિસ્તાર માટે શ્રેષ્ઠ ઉમેદવાર કોણ હોઈ શકે છે. વાસ્તવમાં, આ બધું કામ ઈન્ટરનેટ મીડિયા ઇન્ફલુએન્સર દ્વારા કરવામાં આવે છે, જેની હાલ ભારે માંગ છે. રાજકીય પક્ષોથી લઈને રાજકારણીઓ આ દિવસોમાં તેમને જ શોધી રહ્યા છે. તેમને પાર્ટીની બેઠકમાં બોલાવવામાં આવી રહ્યા છે. આ માટે નેતાઓ લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે. આથી જ પબ્લિક રિલેશન કંપનીઓ વર્તમાન સમયમાં ઈન્ટરનેટ મીડિયાનું જ્ઞાન ઘરાવતા લોકોને પાર્ટ ટાઈમ નોકરી પર રાખે છે. 

73 મતદારે ડોર ટુ ડોર પ્રચાર અને રેલીઓને કહી વધુ અસરકારક

2022 માં ઉત્તર પ્રદેશમાં 4,000 મતદારો સાથે રૂબરૂ સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે મતદારો તેમના સુધી પહોંચવા માટે વ્યક્તિગત રીતે પ્રચાર કરવાનું વધુ યોગ્ય માને છે. સર્વેક્ષણમાં સામેલ 73 ટકા મતદારોએ વ્યક્તિગત પ્રચાર, જેમ કે ડોર-ટુ-ડોર પ્રચાર અને સામૂહિક રેલીઓને મતદારો સુધી પહોંચવા માટેનું સૌથી મહત્ત્વપૂર્ણ અભિયાન માન્યું.

ફેસબુક અને વોટ્સએપ દ્વારા પણ પ્રચાર

મધ્યપ્રદેશની 2023ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા હેન્ડલ્સમાંથી નીકળેલી લગભગ 3100 ટ્વીટ્સના વિશ્લેષણમાં સમાન પેટર્ન બહાર આવી છે. લગભગ 35 ટકા ટ્વીટ્સ રેલી સામગ્રી ધરાવે છે. તેમાંથી 70 ટકા રેલી પછીની સામગ્રી ધરાવે છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા યુપીમાં ભાજપ અને એસપીના લગભગ 400 પાર્ટી કાર્યકર્તાઓમાંથી સર્વેમાં 90 ટકા લોકોએ કહ્યું કે તેઓએ વોટ્સએપ અને ફેસબુક પર તેમની પાર્ટીની રેલીઓના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે. અને 2000 મતદારોમાંથી 53 ટકા મતદારોએ અહેવાલ આપ્યો કે તેઓએ ચૂંટણીના દિવસમાં ઓછામાં ઓછા એક વખત તેમના ફોન પર પ્રચાર રેલીઓના ફોટા અને વિડીયો જોયા હતા.

54 ટકા મતદારો વ્યક્તિગત પ્રચારને માને છે સૌથી મહત્વપૂર્ણ

ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો માટે પણ, સર્વેક્ષણમાં લગભગ 54 ટકા મતદારોએ વ્યક્તિગત રીતે પ્રચારને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓમાં, ભાજપ અને કોંગ્રેસે વ્યક્તિગત રેલીઓમાં કુલ ખર્ચના એક ચતુર્થાંશ અને એક તૃતીયાંશ વચ્ચે ખર્ચ કર્યો હતો. તે જ સમયે, રેલીઓમાં ભાગ લેનારા મતદારોનો હિસ્સો લગભગ 20 ટકા પર સ્થિર રહ્યો છે.

ચૂંટણીમાં સોશિયલ મીડિયા અસરકારક છે, ડોર ટુ ડોર પ્રચાર હજુ પણ અચૂક શસ્ત્ર 2 - image


Google NewsGoogle News