દેશમાં ટ્રાન્સજેન્ડર્સ માટે મહત્વની સુવિધા, દિલ્હી AIIMSમાં બનશે સ્પેશિયલ ક્લિનિક, જાણો શું હશે ખાસ
દિલ્લી AIIMSમાં ક્લિનિક ટ્રાન્સજેન્ડરની સંભાળના વિચાર સાથે શરૂ કરવામાં આવશે, જેથી તેઓ કોઈ પણ ખચકાટ વિના સારવાર કરાવી શકે
બાળક હોય કે વડીલો, દરેક અહીં પોતાની સમસ્યાઓ અને બીમારીઓ સરળતાથી ડૉક્ટરને જણાવી શકશે અને કોઈપણ ભેદભાવ વિના એક જ જગ્યાએ તેમની સારવાર થઈ શકશે
Transgender people get first clinic in Delhi: દિલ્હી AIIMSમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે એક ખાસ ક્લિનિક બનાવવામાં આવશે. જેને સેન્ટર ઓફ એક્સેલન્સ નામ આપવામાં આવશે. આ એક એવી જગ્યા હશે જ્યાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે દરેક પ્રકારની સારવાર ઉપલબ્ધ હશે. આ ક્લિનિકમાં સર્જરીથી માંડીને માનસિક સારવાર આપવામાં આવશે. આ ક્લિનિકમાં દિલ્હી AIIMSના અલગ-અલગ વિભાગોના ડૉક્ટરો મળીને દર્દીઓની સારવાર કરશે.
ટ્રાન્સજેન્ડર સમુદાયના સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો નિર્યણ
સેન્ટર ફોર એક્સેલન્સમાં, વિવિધ દેશોના વર્લ્ડ હેલ્થ પ્રોફેશનલ્સ , Wpath, IPath અને સામાજિક ન્યાય મંત્રાલય દિલ્હી AIIMSના ડૉક્ટરો સાથે મળીને કામ કરશે. આ પછી, ભારતની અન્ય AIIMS નિધિઓમાં સમાન સુવિધાઓ અને ક્લિનિક્સ ખોલવામાં આવશે. ટ્રાન્સજેન્ડર સમુદાયના સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને વિવિધતાને સમજવામાં આવશે અને તેની સારવાર કરવામાં આવશે.
સારવાર અર્થે 5 દિવસીય વર્કશોપનું આયોજન
જો કે ભારતમાં પણ સેક્સ ચેન્જ ઓપરેશન જેવી જટિલ સર્જરીઓ ઘણી હોસ્પિટલોમાં કરવામાં આવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એડવાન્સ સર્જરી અને એડવાન્સ ટ્રીટમેન્ટને સમજવા માટે વર્લ્ડ હેલ્થ પ્રોફેશનલ્સને દિલ્હી AIIMSમાં બોલાવવામાં આવ્યા હતા અને 5 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ પાંચ દિવસોમાં દિલ્હી AIIMSના ડોકટરો સાથે એડવાન્સ ટ્રીટમેન્ટ, લાઈવ સર્જરી, હોર્મોનલ ટ્રીટમેન્ટ અને ટ્રાન્સ હેલ્થ કેર ક્ષેત્રે વર્કશોપ પણ યોજવામાં આવશે. વર્લ્ડ હેલ્થ પ્રોફેશનલ્સ સાથે એડવાન્સ ટ્રીટમેન્ટને લગતી બાબતો એક્સચેન્જ કરવામાં આવશે. આ પછી, સેન્ટર ઓફ એક્સેલન્સમાં અદ્યતન સંભાળ પૂરી પાડવામાં આવશે.
8 ટકા ટ્રાન્સજેન્ડર નથી કરાવતા સારવાર
100માંથી 2 થી 8 ટકા ટ્રાન્સજેન્ડર એવા છે જેમને કાળજી અને માનસિક સ્વાસ્થ્ય સંભાળની જરૂર હોવા છતાં પણ તેઓ સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ મેળવી શકતા નથી. એક તબીબ અનુસાર સેન્ટર ફોર એક્સલન્સનો અર્થ એ છે કે તેમને દરેક સુવિધા એક જ જગ્યાએથી આપી શકાય. વર્લ્ડ હેલ્થ પ્રોફેશનલ્સ કેવી રીતે અને કઈ તકનીકો સાથે સારવાર કરે છે? આ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ટ્રાન્સજેન્ડર સારવાર માટે આગળ આવતા નથી. સારવાર પછીથી થશે, પહેલા તેને હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. આ માટે, આ ક્લિનિક બનાવવામાં આવી રહ્યું છે, જેમાં કોઈને અલગ ન લાગે અને તમામ સારવાર સરળતાથી થઈ શકે છે.