Get The App

વીર સાવરકર વિશે બે શબ્દ બોલી બતાવો: ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
વીર સાવરકર વિશે બે શબ્દ બોલી બતાવો: ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર 1 - image


Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જોરશોર ચૂંટણી પ્રચાર કરવાની સાથે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. તો ભાજપ પણ મહાવિકાસ અઘાડી ગઠબંધન પર સતત પ્રહારો કરી રહી છે. તો બીજીતરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે અને આ સાથે તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.

અમિત શાહે રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંકતા અમિત શાહે કહ્યું કે, ‘હું ઉદ્ધવજીને પૂછવા માગું છું કે, શું તેઓ રાહુલ ગાંધને કહી શકે છે કે, તેઓ વીર સાવરકર અંગે બે શબ્દો બોલી બતાવે ? શું કોંગ્રેસનો કોઈ નેતા બાલા સાહેબ ઠાકરેજીના સન્માનમાં બે વાંક્યો બોલી શકે છે ? મહાવિકાસ અઘાડીમાં આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે અને તેઓ સરકાર બનાવવાનું સ્વપ્ન લઈને નીકળી પડ્યા છે. આ લોકો મહારાષ્ટ્રની જનતા ઓળખી લે તો સારું...’

આ પણ વાંચો : કોંગ્રેસ OBC માં ભાગલાં પડાવવા માગે છે: ઝારખંડમાં PM મોદીનું સંબોધન, ચૂંટણીમાં જીતનો કર્યો દાવો

‘તમે વિરોધીઓ સાથે બેઠા છો’ શાહના ઠાકરે પર પ્રહાર

તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ઉદ્ધવ ઠાકરેને કહેવા માગું છું કે, તમારે ક્યાં બેસવું છે, તે તમારે જ નક્કી કરવાનું છે. જોકે હું તમને યાદ અપાવવા માગું છું કે, તમે 370ના વિરોધીઓ, રામજન્મ ભૂમિના વિરોધીઓ અને વક્ફ બોર્ડમાં સુધારાનો વિરોધ કરનારાઓ સાથે બેઠા છો.’

‘ભાજપનો સંકલ્પ પત્ર પત્થરની લકીર’

ભાજપ નેતાએ કહ્યું કે, ‘ભાજપનો સંકલ્પ પત્ર પત્થરની લકીર છે. કેન્દ્ર હોય કે રાજ્ય, જ્યાં અમારી સરકાર બને છે, ત્યાં અમે સંકલ્પો પુરા કરીએ છીએ. જે રાજ્યમાં કોંગ્રેસની શાસન છે, ત્યાં ચૂંટણી પહેલા કરાયેલા વચનો હજુ સુધી પુરા કરાયા નથી અને મહાવિકાસ અઘાડીની કોઈ વિશ્વસનીયતા જ નથી.’

આ પણ વાંચો : મહિલાઓને દર મહિને રૂ. 3000, સસ્તુ સિલિન્ડર... મહારાષ્ટ્રની ચૂંટણી માટે MVAનો ચૂંટણી ઢંઢેરો

શાહે શરદ પવાર પર સાધ્યું નિશાન

અમિત શાહે શરદ પવાર પર પણ પ્રહારો કર્યા છે. તેમણે પૂછ્યું કે, ‘શરદ પવારે મહારાષ્ટ્રની જનતાને જણાવવું જોઈએ કે 10 વર્ષ સુધી યુપીએ સરકારમાં મંત્રી રહીને તેમણે લોકો માટે શું કર્યું ? મહારાષ્ટ્ર સદીઓથી દરેક ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ભક્તિ આંદોલનની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી, ગુલામીમાંથી મુક્તિનું આદોલન પણ શિવાજી મહારાજે અહીંથી શરૂ કર્યું હતું. આ ઉપરાંત સામાજિક ક્રાંતિની શરૂઆત પણ અહીંથી થઈ હતી અને મહારાષ્ટ્રની જનતાની આકાંક્ષાઓ અમારા સંકલ્પ પત્રમાં દેખાય છે.’


Google NewsGoogle News