નેતાજીને વીજચોરી ભારે પડી! તંત્રએ SPના સાંસદને ફટકાર્યો રૂ. 1.9 કરોડનો દંડ
Electricity Theft: સંભલના સમાજવાદી પાર્ટીના સાંસદ જિયાઉર્રહમાન પર ગુરૂવારે 16 કલાકમાં ચાર ચાર એક્શન લેવામાં આવ્યા. સવારે તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા. બપોરે એફઆઈઆર નોંધાઈ. સાંજે વીજળી કાપી દેવામાં આવી અને રાત્રે 1.91 કરોડનો દંડ લગાવી દેવાયો. સંભલામાં જામા મસ્જિદ સર્વે દરમિયાન થયેલી હિંસા બાદથી સપા સાંસદ તંત્રના નિશાના પર છે. હિંસામાં પણ તેમની સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.
1.91 કરોડનો દંડ
ગુરૂવારે વહેલી સવારે મોટી સંખ્યામાં ફોર્સ સાથે વીજળી વિભાગે સાંસદના ઘરે દરોડા પાડી લોડ ચેક કરવામાં આવ્યો હતો. બાદમાં જાણ થઈ કે, બે કિલોવૉટના કનેક્શન પર 16 કિલોવૉટથી વધારે લોડ ચલાવવામાં આવી રહ્યો હતો. વીજળી વિભાગે વીજળી બાઇપાસ કરી ચોરીનો આરોપ લગાવતા તેમની સામે વીજળી ચોરીની એફઆઈઆર નોંધવામાં આવી. એફઆઈઆર નોંધાવ્યા બાદ સાંજે વીજળી પણ કાપી દેવામાં આવી. મોડી રાત્રે વિભાગે વીજળી ચોરીનું એસ્ટીમેટ બનાવ્યું અને 1.91 કરોડ રૂપિયાનો દંડ લગાવી દીધો. એટલું જ નહીં, તેમના પિતાની સામે વીજળી અધિકારીઓને ધમકાવવાના આરોપમાં પણ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ ત્રણ AC, 19 પંખા... છતાં નેતાજીના ઘરનું લાઇટ બિલ- ઝીરો યુનિટ! હવે એક્શન લેશે સરકાર
સપા સાંસદના ઘરે લગાવ્યું નવું સ્માર્ટ મીટર
વીજળી વિભાગની ટીમે બે દિવસ પહેલાં જ સાંસદ જિયાઉર્રહમાન બર્કના ઘરે લાગેલા જૂના મીટરને કાઢીને સ્માર્ટ મીટર આર્મ્ડ કેબલ સાથે લગાવવામાં આવ્યું હતું. જૂના મીટરની તપાસ માટે લેબ મોકલવામાં આવ્યું છે. તપાસમાં સાંસદના ઘરના કનેક્શન પર ઘણાં મહિના સુધી વીજળી બિલ ઝીરો આવવાના કારણે ઓફિસરોને મીટર ટેમ્પરિંગની શંકા હતી.
સમગ્ર દરોડા બાદ વીજળી વિભાગે લિસ્ટ રજૂ કરીને જણાવ્યું કે, સપા સાંસદે બે માળના ઘરમાં 83 બલ્બ, 19 પંખા અને 3 એસી ચલાવવામાં આવી રહ્યા હતાં. આ સિવાય ગીઝરથી લઈને માઇક્રોવેવ સુધી તમામ ઉપકરણો વિશે પણ જણાવવામાં આવ્યું છે. વીજળી વિભાગની ટીમનું કહેવું છે કે, બર્કના ઘરે 16,480 વૉટના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.