ઝીણા નહીં હિન્દૂ મહાસભાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું : સ્વામી પ્રસાદ મૌર્ય

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
ઝીણા નહીં હિન્દૂ મહાસભાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું : સ્વામી પ્રસાદ મૌર્ય 1 - image

ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્ય(swami prasad maurya)એ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંવિધાન કહે છે કે આસ્થા,જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર કોઈ ભેદભાવ કરાઈ શકતો નથી. હિન્દુ રાષ્ટ્રની વાત કરવા વાળા લોકો દેશના દુશ્મન છે. હિન્દુ મહાસભાએ ઘણા વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રની વાત પણ કરી હતી, જેના પરિણામ સ્વરૂપે ભારત અને પાકિસ્તાનની રચના થઈ. ભારત અને પાકિસ્તાન ઝીણાને કારણે નહીં પરંતુ હિન્દુ સભાના કારણે વિભાજિત થયા હતા.

ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના જીઆઇસી ગ્રાઉન્ડમાં આયોજિત બૌદ્ધ મહોત્સવમાં મુખ્ય અતિથિ, પૂર્વ કેબિનેટ મંત્રી અને સપાના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મોર્યએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અમેરિકા અને ફ્રાન્સમાં જણાવ્યું કે હિન્દુ ધર્મ નહીં પરંતુ જીવન જીવવાની શૈલી છે. આ વાત અમે કરી તો ભયંકર બબાલ થઈ ગઈ હતી. બૌદ્ધ સમાજથી જોડાયેલા લોકોને કહ્યું કે સોગંધ ખાવ જે માથું કલમ કરવાની વાત કરે છે તેમની સામે મજબૂત રીતે ઉભું રહેવાનું છે.

પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બાદ નીતિન ગડકરીએ મીડિયાની સામે કહ્યું હતું કે હિન્દુ ધર્મ નહીં પરંતુ જીવન જીવવાની રીત છે. આજ વાત અમે કરી તો માથું કાપનારને ઇનામ આપવાની જાહેરાત પણ કરી દેવાઈ હતી. સપાના રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું હતું કે અખિલેશ યાદવે જ્યારે મુખ્યમંત્રી આવાસ ખાલી કર્યું ત્યારે તેને ગૌમૂત્રથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. આ એટલા માટે કરવામાં આવ્યું કે અખિલેશ પછાત જાતિમાંથી હતા. શુદ્રોનું સતત અપમાન કરવામાં આવ્યું.

ઝીણા નહીં હિન્દૂ મહાસભાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું : સ્વામી પ્રસાદ મૌર્ય 2 - image


Google NewsGoogle News