VIDEO: સ્વામી પ્રસાદ મૌર્યનો બફાટ, કહ્યું-'ભગવાન રામ પાસે વિજ્ઞાન જેવી શક્તિ નથી'
સપા નેતાએ જગદગુરુ રામભદ્રાચાર્યને લઈને વિવાદિત નિવેદન આપ્યું
Swami Prasad Mauryas: સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના વિવાદીત નિવેદનોથી ચર્ચા રહે છે. આ દરમિયાન ફરી એકવાર તેમણે ભગવાન રામ અને તુલસી પીઠના સ્થાપક અને વડા જગદગુરુ રામભદ્રાચાર્યને લઈને વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'ભગવાન રામ પાસે વિજ્ઞાન જેવી શક્તિ નથી'
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં સ્વામી પ્રસાદ મૌર્યએ જગદગુરુ રામભદ્રાચાર્યના સ્વાસ્થ્ય અંગે કટાક્ષ કરતા કહ્યું કે, 'જો ભગવાન રામમાં વિજ્ઞાન જેવી શક્તિ હોય તો રામભદ્રાચાર્ય વિજ્ઞાનનો આશ્રય લેવાને બદલે ભગવાન રામના સ્થાને ગયા હોત. નોંધનિય છે કે, આ પહેલા સ્વામી પ્રસાદ મૌર્યને કૌશામ્બીમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હિન્દુ જાગરણ મંચના લોકોએ સ્વામી પ્રસાદ મૌર્યને કાળા ઝંડા બતાવ્યા હતા.
સ્વામી પ્રસાદ મૌર્યએ જ્ઞાતિવાદ વિશે કહ્યું કે,'આ દેશ હજારો વર્ષોથી ગુલામ રહ્યો છે, કારણ કે જેમણે લોકોને વિભાજિત કર્યા, વર્ણવ્યવસ્થા બનાવી, અસ્પૃશ્યતા, ઊચ-નીચનો અસમાન સમાજ આ દેશ માટે કેન્સર છે, જાતિવાદ આ દેશ માટે ઝેર છે.
ઉલ્લેખનીય છે કે, હાથરસના લાડપુરમાં રામભદ્રાચાર્યની કથા ચાલી રહી હતી. ગુરુવારે સાંજે કથાકાર રામભદ્રાચાર્યને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ શુક્રવારે સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જગદગુરુ રામભદ્રાચાર્યની તબિયત બગડવાના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં તેમના ભક્તો હોસ્પિટલ પહોંચ્યા હતા.