'2024માં ભાજપ સત્તામાં આવશે તો છીનવાઈ જશે મતદાનનો અધિકાર', અખિલેશ યાદવનું મોટું નિવેદન

ભાજપથી ભારતના બંધારણને ખતરો : અખિલેશ યાદવ

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
'2024માં ભાજપ સત્તામાં આવશે તો છીનવાઈ જશે મતદાનનો અધિકાર', અખિલેશ યાદવનું મોટું નિવેદન 1 - image


Akhilesh Yadav Targets BJP Over Lok Sabha Election 2023 : અગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બધા પક્ષો પોતાની તાકાત લગાવી રહ્યા છે.  એવામાં ફરી એકવાર સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું હતું. શાહજહાંપુરમાં એક કાર્યક્રમને સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, તમામ સપા કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણીની તૈયારી પુરી તાકાતથી શરૂ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જો 2024માં ભાજપ ફરી સત્તામાં આવશે તો લોકો પાસેથી વોટનો અધિકાર પણ છીનવી લેવામાં આવશે.

ભાજપથી ભારતના બંધારણને ખતરો : અખિલેશ યાદવ 

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શુક્રવારે પૂર્વ MLC જયેશ પ્રસાદના ઘરે આયોજિત તાલીમ શિબિરમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકરોને સંબોધિત કરતી વખતે કહ્યું કે આ પડકારોનો સમય છે. ભારતની લોકશાહી અને તેના બંધારણને ખતરો છે.  લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયાર થવું કારણ કે ભાજપને કોઈ પણ સંજોગોમાં સત્તામાં આવવા દેવા માટે રોકવું પડશે.


Google NewsGoogle News