Get The App

ભાજપનો મોટો પ્લાન ફેલ કરવાની તૈયારીમાં NDA સહયોગી, આ મુદ્દે બન્યો માથાનો દુઃખાવો!

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
ભાજપનો મોટો પ્લાન ફેલ કરવાની તૈયારીમાં NDA સહયોગી, આ મુદ્દે બન્યો માથાનો દુઃખાવો! 1 - image


TDP And BJP News | ભાજપના સહયોગી ટીડીપીના સાંસદ લવુ શ્રીકૃષ્ણ દેવરયાલે લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કહ્યું કે દક્ષિણના રાજ્યોને ફરીથી સીમાંકનથી નુકસાન થશે જ્યારે ઉત્તર ભારતને સીમાંકનનો લાભ મળશે. તેમણે કહ્યું કે જો વસ્તીના આધારે સીમાંકનની પ્રક્રિયા થશે તો યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં લોકસભા બેઠકોની સંખ્યા 169 થી વધીને 324 થઈ જશે. જ્યારે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં માત્ર 129થી 164 બેઠકો હશે.

શું ઈચ્છે છે સરકાર? 

તેમણે કહ્યું કે આ એક સંઘના હિત માટે સારું નથી. જે રાજ્યોની વસ્તી ઘટી છે તેમને પણ સીમાંકનનો લાભ મળવો જોઈએ. વિધાનસભામાં પસાર બિલોની મંજૂરી પર કોઈ મર્યાદા ન હોવી જોઈએ. ખરેખર તો આગામી લોકસભા ચૂંટણી 2029માં યોજાવાની છે અને તેને વધેલી બેઠકો સાથે યોજવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. 

ક્યારે શક્ય બનશે સીમાંકન? 

સીમાંકન કાયદા અનુસાર 2026 સુધી લોકસભાની સીટો વધારી શકાતી નથી. ત્યારપછી, વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરી શકાશે. સંભવ છે કે 2027ની વસ્તી ગણતરી બાદ સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

અગાઉ ક્યારે થયું હતું સીમાંકન? 

અગાઉ 2008માં લોકસભા સીટોનું સીમાંકન કરવામાં આવ્યું હતું. અગાઉ એવું માનવામાં આવતું હતું કે સીમાંકન 2031માં વસ્તી ગણતરી પછી જ થશે. જો કે, જો 2021 ની વસ્તી ગણતરી 2027 માં હાથ ધરવામાં આવનારી છે એટલે કે તેના પછી જ સીમાંકન કરી શકાશે. એવું માનવામાં આવે છે કે 2029 માં લોકસભા સીટોની સંખ્યા 543 થી વધીને લગભગ સાડા સાતસો થઈ જશે.



Google NewsGoogle News