Get The App

દિલ્હીમાં રામલીલામાં 'કુંભકર્ણ'નો રોલ કરતાં કલાકારને સ્ટેજ પર હાર્ટએટેક આવતાં મૃત્યુ

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં રામલીલામાં 'કુંભકર્ણ'નો રોલ કરતાં કલાકારને સ્ટેજ પર હાર્ટએટેક આવતાં મૃત્યુ 1 - image


Image Source: Twitter

Ramleela actor dies of heart attack: રામલીલાના મંચન દરમિયાન વધુ એક કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. સાઉથ દિલ્હીના ચિરાગ દિલ્હી વિસ્તારમાં રામલીલાનું મંચન થઈ રહ્યું હતું.આ દરમિયાન રાવણના ભાઈ કુંભકર્ણની ભૂમિકા ભજવી રહેલા કલાકારને અચાનક છાતીમાં દુખાવો થયો અને તે ત્યાં જ બેસી ગયો. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન આ બીજી ઘટના છે જ્યારે રામલીલામાં ભૂમિકા ભજવી રહેલા કલાકારનું મૃત્યુ થયું છે.

રામલીલામાં કુંભકર્ણનું પાત્ર ભજવનાર કલાકારનું મૃત્યુ

આ મામલે પોલીસે જણાવ્યું કે, માલવિયા નગરમાં સાવિત્રી નગર રામલીલામાં કુંભકર્ણનું પાત્ર ભજવનાર કલાકારે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેમને તરત જ આકાશ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાંથી તેમને પીએસઆરઆઈ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શનિવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતક કલાકારની ઓળખ પશ્ચિમ વિહારના રહેવાસી વિક્રમ તનેજા તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 11:00 વાગ્યે બની હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 60 વર્ષીય વિક્રમ તનેજાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયુ છે.અધિકારીએ જણાવ્યું કે, તેમના પરિવારના નિવેદનો નોંધી લેવામાં આવ્યા છે અને તેમને કોઈ ગડબડની આશંકા નથી.

ભગવાન રામનો રોલ નિભાવતા કલાકારનું થયુ હતું મોત

આ અગાઉ પણ શાહદરા વિસ્તારમાં નવરાત્રિ અવસર પર રામલીલાના મંચન દરમિયાન ભગવાન રામનું પાત્ર ભજવતા કલાકારનું મૃત્યુ થયું હતું. તેમણે પણ છાતીમાં આવા જ દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક સુશીલ કૌશિક વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો. સુશીલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.


Google NewsGoogle News