સૌરવ ગાંગુલી બન્યા પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર, CM મમતાના આ નિર્ણયથી વિપક્ષ ટેન્શનમાં
મમતા બેનર્જીએ પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને સોંપી નવી જવાબદારી
સૌરવ ગાંગુલીને બનાવવામાં આવ્યા પશ્ચિમ બંગાળના બ્રાંડ એમ્બેસેડર
Sourav Ganguly: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર દ્વારા ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ગાંગુલીને પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તેઓ અગાઉ બંગાળ ક્રિકેટ એસોસિએશન અને BCCIના પ્રમુખ રહી ચૂક્યા છે. બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, "સૌરવ ગાંગુલી ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે અને તે યુવા પેઢી માટે ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે. હું તેમને બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સામેલ કરવા માંગુ છું."
લોકપ્રિય ક્રિકેટર ગાંગુલી
ગાંગુલી દેશના લોકપ્રિય ક્રિકેટરમાંથી એક છે. તેઓ દાદા તરીકે પણ ફેમસ છે. દાદા તરીકેને લોકપ્રિયતાના બે કારણો છે, એક તો તેઓ બંગાળી છે અને બીજું કે દાદાનો અર્થ થાય છે મોટા ભાઈ. આથી તેમના ફેન્સ તેમને દાદા કહે છે. આઉપરાંત તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચુક્યા છે.
BCCIના પ્રમુખ તરીકે કરી કામગીરી
તેમને ભારત મારે 113 ટેસ્ટ મેચ રમીને 7212 રન બનાવ્યા છે. તેમજ 16 સેન્ચુરી પણ મારેલી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ગાંગુલીએ બંગાળ ક્રિકેટ એસોસિએશન અને BCCIના પ્રમુખ તરીકે ક્રિકેટમાં કામગીરી કરી છે. તેણે IPLમાં ઘણી ટીમો સાથે અલગ-અલગ જવાબદારીઓ નિભાવી છે.