Mahadev એપથી બોલિવૂડ સ્ટારની પણ મુશ્કેલી વધશે! ED નોટિસ મોકલવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર મામલો

Mahadev એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં ઘણા કલાકારો-ગાયકોએ આપી હતી હાજરી

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
Mahadev એપથી બોલિવૂડ સ્ટારની પણ મુશ્કેલી વધશે! ED નોટિસ મોકલવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર મામલો 1 - image


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં (Mahadev Online Betting Case) માં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ મામલે હવે એક બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કેટલા બોલિવુડ સ્ટારની મુશ્કેલીમાં પણ વધારો થઇ શકે છે. મામલો એવો છે કે મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના ગ્રાન્ડ લગ્નના દુબઈમાં યોજાયા હતા. આ લગ્નમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાં કેટલા ફિલ્મી કલાકારો અને ગાયકોની પણ હાજરી જોવા મળી હતી. આ માટે ED આ મામલે બોલિવૂડના કેટલાક સ્ટાર્સને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. 

ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે

સૌરભ ચંદ્રાકર તેના પાર્ટનર રવિ ઉપ્પલ સાથે મહાદેવ બેટિંગ એપ ચાલવતા હતા. સૌરભે યુએઈમાં પોતાના લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં પરફોર્મ કરવા માટે ફિલ્મ સ્ટાર્સને પ્રાઈવેટ જેટ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. એક અહેવાલ અનુસાર, લગ્નમાં ટાઈગર શ્રોફ, સની લિયોન, નેહા કક્કર, આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, એલી અવરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચ, કૃષ્ણા અભિષેક, વગેરે કલાકારોની હાજરી જોવા મળી હતી.  ED દ્વારા એકત્ર કરાયેલા પુરાવા મુજબ ઈવેન્ટ કંપનીને 112 કરોડ રૂપિયાની ચુકવણી હવાલા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે હોટલ બુકિંગ માટે 42 કરોડ રૂપિયા રોકડમાં આપવામાં આવ્યા હતા.

દુબઈથી સંચાલન થતું હતું 

ED દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે EDએ તાજેતરમાં કોલકાતા, ભોપાલ અને મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ (Mahadev APP) સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) નેટવર્ક વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. દરમિયાન ભારે માત્રામાં વાંધાજનક પુરાવાઓ મળી આવ્યા હતા.  EDએ 417 કરોડ રૂપિયાની ગેરકાયદે આવકને જપ્ત કરી લીધી હતી. 

મહાદેવ એપ કેવી રીતે જાળ ફેલાવી રહી હતી? 

અધિકારીઓએ કહ્યું કે EDની તપાસમાં જાણ થઈ કે મહાદેવ ઓનલાઈન બુક એપ યુએઈ (UAE)થી ઓપરેટ થાય છે. તે તેના સહયોગીઓને 70-30 લાભના પ્રમાણમાં પેનલ/શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત થતી હતી. સટ્ટાબાજીની આવકને વિદેશી ખાતામાં મોકલવા માટે મોટાપાયે હવાલા ઓપરેશન થાય છે. આટલું જ નહીં નવા યૂઝર્સ અને ફ્રેન્ચાઈઝી મેળવવા માગતા લોકોને આકર્ષિત કરવા માટે સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાતો માટે ભારતમાં રોકડમાં મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.



Google NewsGoogle News