VIDEO | ફૂલોથી શણગારેલા રામમંદિરની ભવ્યતા કેમેરામાં કેદ, અંદરના દૃશ્યો પણ જોવા મળ્યાં
રામ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરાયું છે
image : DD NEWS |
Ayodhya Ram Mandir News and Video | અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે તેને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરના પ્રાંગણને પણ ફૂલોથી શણગારાયું છે. તેને લગતો એક વીડિયો પણ હવે સામે આવ્યો છે જેમાં ભરપૂર રોનક જોવા મળી રહી છે અને રોશનીમાં રામમંદિર ઝળહળી રહ્યું છે.
ફૂલોએ વધારી મંદિરની ભવ્યતા
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્વે સામે આવેલા એક વીડિયોમાં મંદિરની ભવ્યતા દેખાઈ રહી છે. કોલકાતાના ફૂલોથી શણગારેલું મંદિરનું પ્રાંગણ અતિ સુંદર દેખાઈ રહ્યું છે. શનિવારે નિર્માણકાર્ય પૂર્ણ રીતે બંધ રહેશે અને શણગાર પર વિશેષ ધ્યાન અપાશે.
ગર્ભગૃહમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરાઈ
ઉલ્લેખનીય છે કે ગર્ભગૃહમાં ભગવાન રામના બાળસ્વરૂપ રામલલાની પ્રતિમા સ્થાપિત થઇ ચૂકી છે. જેને હાલમાં ઢાંકીને રખાઈ છે. પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા 21 તારીખ સુધીમાં જીવનદાયી તત્વોથી પ્રતિમાને સુવાસિત કરાશે. ગુરુવારથી તેની વિધિવત પૂજા શરૂ થઈ ચૂકી છે. મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરાયું છે અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તેની લંબાઈ 380 ફૂટ છે. જોકે પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. રામમંદિરમાં 392 પિલ્લર અને 44 દરવાજા બનાવાયા છે. ત્રણ ફ્લોરના રામમંદિરના દરેક ફ્લોરની ઊંચાઈ 20 ફૂટ રહેશે.