Get The App

'મમ્મી-પપ્પા મને માફ કરજો, મને આત્મા બોલાવી રહી છે', 20 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
'મમ્મી-પપ્પા મને માફ કરજો, મને આત્મા બોલાવી રહી છે', 20 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત 1 - image


નવી દિલ્હી,તા. 1 ફેબ્રુઆરી 2024, ગુરુવાર  

ઝારખંડની રાજધાની રાંચીમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં BIT મેસરાના બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. 

ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, મૃતક વિદ્યાર્થીની ઓળખ 20 વર્ષીય પીયૂષ રાજ તરીકે થઈ છે. પિયુષનો મૃતદેહ મેસરાની હોસ્ટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. તે મૂળ પતરાતુના હેસલાના રહેમનો હતો. પિયુષ ફિઝિક્સનો અભ્યાસ કરતો હતો. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

શું છે સમગ્ર ઘટના?

પીયૂષ રાજ ફિઝિક્સનો અભ્યાસ કરી રહ્યો હતો. તે મેસરામાં હોસ્ટેલમાં રહેતો હતો. મંગળવારે પિયુષ તેના રૂમમાંથી બહાર આવ્યો ન હતો અને ક્લાસમાં પણ આવ્યો ન હતો. તેના મિત્રો તેને શોધવા લાગ્યા. બે વિદ્યાર્થીઓ પિયુષના રૂમમાં ચેક કરવા ગયા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. આ પછી મિત્રોએ બૂમ પાડી, પરંતુ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. ત્યારબાદ કોલેજ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. આ પછી અધિકારીઓ પહોંચ્યા અને દરવાજો તોડીને જોયું તો પીયૂષની લાશ લટકતી હતી.

શું લખ્યુ છે સુસાઇડ નોટમાં?

પિયુષના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લખ્યું છે કે, 'મને આત્મા બોલાવી રહી છે. મમ્મી અને પપ્પા મને માફ કરો. બેહેનોને કહેજો કે મન લગાવીને અભ્યાસ કરે’

પોલીસ પૂછપરછ દરમિયાન, પીયૂષના મિત્રોએ જણાવ્યું કે, તે ઘણીવાર મૌન રહેતો હતો. તે એકલો રહેતો હતો. હાલ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News