રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ : સોનુ નિગમે રામ મંદિરમાં કર્યું પરફૉર્મ, સાંભળીને ભક્તો થયા મંત્રમુગ્ધ
સિંગર સોનૂ નિગમે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શાનદાર પરફોર્મન્સ કર્યું હતુ
શંકર મહાદેવન, કૈલાસ ખેર, માલિની અવસ્થી સાથે સોનૂ નિગમે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પરફોર્મ કર્યું હતુ
Image Twitter |
22 જાન્યુઆરી ભારતવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ હતો. આ દિવસે અયોધ્યામાં બનાવવામાં આવેલ ભવ્ય રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ સાથે બોલીવુડના મોટા એક્ટર્સ અને સિંગર્સ હાજર રહ્યા હતા. સિંગર શંકર મહાદેવન, કૈલાસ ખેર, માલિની અવસ્થી સાથે સોનૂ નિગમે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પરફોર્મ કર્યું હતુ.
લોકો સિંગરના મધુર અવાજમાં મંત્રમુગ્ધ થયા
સોશિયલ મીડિયા પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ફોટોઝ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન યૂઝર્સ સોનૂ નિગમના ખૂબ વખાણ કરી રહ્યા કર્યા છે. સોનૂ નિગમના ગીતનો વીડિયો ચારેય બાજુ છવાઈ ગયો છે. દરેક લોકો સિંગરના મધુર અવાજમાં મંત્રમુગ્ધ થઈ ગયા છે. યૂઝર્સનું કહેવું છે કે, તે ગાયકનું પરફોર્મન્સ સાંભળીને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
राम एक तापस तिय तारी।
— स्वामी संदीपानी (@swamisandeepani) January 22, 2024
नाम कोटि खल कुमति सुधारी।।
गायक #SonuNigam ने राम मंदिर में गाया #ShriRamBhajan। pic.twitter.com/1Rx6ZA0fDE
ગાતી વખતે ઈમોશનલ થઈ ગયા હતા સોનૂ નિગમ
સિંગર સોનૂ નિગમે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શાનદાર પરફોર્મન્સ કર્યું હતુ. તેમણે અહીં 'મંગલ ભવન અમંગલ હારી' ચોપાઈ ગાઈ હતી. આઈવરી કલરનો કુર્તો પાયજામો પહેરીને સોનૂ નિગમ સમારોહમાં સામેલ થયો હતો. પોતાના પરફોર્મન્સ દરમિયાન સોનૂ નિગમ ઈમોશનલ પણ થઈ ગયા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા હતાં. રામ મંદિરમાં ગીત ગાતી વખતે સોનૂ નિગમને રામલલાના દર્શન કર્યા હતા.