ફેક્ટ ચેક: 'અયોધ્યાવાસી શરમ કરો!', આ ટ્વિટ સિંગર સોનુ નિગમનું નથી, લોકો ભડક્યાં
Image Source: Twitter
Sonu Nigam Gets Trolled: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. ઘણી લોકસભા બેઠકોના પરિણામો ચોંકાવનારા છે અને સૌથી વધુ જે લોકસભા બેઠકના પરિણામે લોકોને ચોંકાવ્યા છે તે બેઠક ફૈઝાબાદ એટલે કે ઉત્તર પ્રદેશનું અયોધ્યા છે. જ્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. અયોધ્યાથી સમાજવાદી પાર્ટીએ મોટા માર્જિનથી જીત હાસંલ કરી છે. અયોધ્યામાં ભાજપની હાર વચ્ચે એક ટ્વિટ વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ 'સોનુ નિગમ'નું છે, જેણે ચારેય બેજુ હલચલ મચાવી દીધી છે. આ ટ્વિટ જોયા બાદ ઘણાં X યુઝર્સે સિંગર સોનુ નિગમ પર નિશાન સાધ્યું છે.
સોનુ નિગમ નામના યુઝરે કર્યું ટ્વિટ
હકીકતમાં સોનુ નિગમ નામના એક X યુઝરે અયોધ્યામાં ભાજપની હાર પર ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેણે લખ્યું કે, ‘જે સરકારે આખા અયોધ્યાને રોશન કર્યું, નવું એરપોર્ટ આપ્યું, રેલ્વે સ્ટેશન આપ્યું, 500 વર્ષ બાદ રામ મંદિર બનાવીને આપ્યું, એક પૂરી ટેમ્પલ ઈકોનોમી બનાવીને આપી, તે પાર્ટીને અયોધ્યા બેઠક પર જીત માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અયોધ્યાવાસીઓ શરમ કરો!’ વેરિફાઈડ એકાઉન્ટથી કરવામાં આવેલા આ ટ્વિટને જોયા બાદ ઘણા યુઝર્સે સિંગર સોનુ નિગમને આડે હાથ લઈ તેના પર નિશાન સાધ્યું.
ટ્રોલર્સના નિશાન પર સોનુ નિગમ
ટ્વિટ જોયા બાદ એક યુઝરે સિંગર સોનુ નિગમને ગીત ન ગાવાની સલાહ પણ આપી દીધી. એકે લખ્યું કે- 'શું તમને ગાવાનો મોકો પણ મળ્યો? શું ક્યારેય એવા લોકોને મળ્યા છો જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે, નકલી ગીતો ગાવા બેઠા છો તમને શરમ આવવી જોઈએ. જ્યારે કંઈ ખબર ન હોય ત્યારે ગીત ન ગાવું જોઈએ. બીજાએ લખ્યું- તમે ખૂબ જ બેશરમ છો સોનુ નિગમ... જે દેશની જનતાને કોસી રહ્યા છો.
આ સિંગર સોનુ નિગમનું એકાઉન્ટ નથી
તમને જણાવી દઈએ કે, આ એકાઉન્ટ સિંગર સોનુ નિગમનું નથી પરંતુ સોનુ નિગમ સિંહનું છે, જે વ્યવસાયે વકીલ છે અને બિહારનો રહેવાસી છે. તેની પ્રોફાઈલમાં મેન્શન વિગતો પ્રમાણે તે ક્રિમિનલ વકીલ છે. એટલે કે આ એકાઉન્ટને સિંગર સોનુ નિગમ સાથે કોઈ લેવાદેવા નથી અને ન તો આ ટ્વિટ સાથે કોઈ લેવાદેવા નથી.
સોનુ નિગમ X પ્લેટફોર્મ પર નથી
સોનુ નિગમે વર્ષો પહેલા જ X પ્લેટફોર્મ પર નથી. એક વિવાદ બાદ સિંગરે ટ્વિટર (હવે X) પરથી પોતનું એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યુ હતું. ત્યારબાદ તેણે ક્યારેય આ પ્લેટફોર્મ પર વાપસી નથી કરી.