EXIT POLL અંગે સોનિયા ગાંધીની પહેલી પ્રતિક્રિયા, ચૂંટણી પરીણામો અંગે જુઓ શું બોલ્યાં

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
EXIT POLL અંગે સોનિયા ગાંધીની પહેલી પ્રતિક્રિયા, ચૂંટણી પરીણામો અંગે જુઓ શું બોલ્યાં 1 - image


Image Source: Twitter

Sonia Gandhi Reaction On EXIT POLL:  દેશમાં લોકસભા ચૂંટણી 2024ના 7 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે અને આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્યારે મોટાભાગના એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે, ભાજપની આગેવાની હેઠળની NDA ફરી સત્તામાં આવશે. આ વચ્ચે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ એમ કરુણાનિધિની આજે જન્મજયંતિ છે. આ અવસર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે તમિલનાડુ પહોંચ્યા હતા. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તેઓ DMK કાર્યાલયમાંથી બહાર નીકળતા નજર આવી રહ્યા છે. 

આ દરમિયાન સોનિયા ગાંધીને એક્ઝિટ પોલ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે, આપણે માત્ર રાહ જોવી પડશે. અમને પૂરી આશા છે કે, પરિણામ એક્ઝિટ પોલની સાવ વિરુદ્ધ આવશે.

બીજી તરફ, સોનિયા ગાંધીએ એમ કરુણાનિધિ અંગે કહ્યું કે, ડો. ક્લૈગ્નારની 100મી વર્ષગાંઠના આ શુભ અવસર પર DMKના પોતાના સાથીઓ સાથે અહીં રહેવું મારા માટે આનંદની વાત છે. મને એમ કરુણાનિધિને મળવાનો અને અનેક પ્રસંગોએ તેમની વાતો સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે. આ સાથે જ તેમની જ્ઞાનભરેલી વાતોથી પણ મને ઘણો ફાયદો થયો. સોનિયા ગાંધીએ પણ પોતાના ભાષણ દરમિયાન તમામને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ સાથે જ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ તેમના પિતા અને દિવંગત પાર્ટી નેતા એમ કરુણાનિધિને તેમની જન્મજયંતિ પર તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

બીજી તરફ આ પહેલા તેલંગાણાના કેબિનેટે તાજેતરમાં જ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સ્થાપના દિવસ સમારોહમાં આમંત્રિત કરવાનો નિર્ણય લીધો હતો. કોઈ કારણોસર તેઓ આ કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા. જે અંતર્ગત તેલંગાણાના લોકો વચ્ચે તેમનો એક વીડિયો મેસેજ જારી કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News