Get The App

સોનિયા ગાંધીએ કર્યું 'નવ સત્યાગ્રહ'નું આહ્વાન, કહ્યું- ગાંધીવાદી સંસ્થાઓ પર હુમલા વધ્યા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
સોનિયા ગાંધીએ કર્યું 'નવ સત્યાગ્રહ'નું આહ્વાન, કહ્યું- ગાંધીવાદી સંસ્થાઓ પર હુમલા વધ્યા 1 - image


Congress Working Committee Meeting : પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) કર્ણાટકના બેલગામીમાં યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પત્ર થકી મોટી જાહેરાત કરી છે. આજની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે સોનિયા ગાંધી બેઠકમાં હાજર રહ્યા ન હતા અને તેમણે કમિટીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને એનડીએ સરકાર પર પ્રહારો કર્યા છે.

વર્તમાન સરકારમાં મહાત્મા ગાંધીનો વારસો ખતરામાં : સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, ‘વર્તમાન સરકારમાં મહાત્મા ગાંધીનો વારસો ખતરામાં છે. આ સંગઠન ક્યારેય આઝાદી માટે લડ્યું નથી, પરંતુ તેઓ મહાત્મા ગાંધીનો જોરશોરથી વિરોધ કરતાં રહે છે. આ લોકો આવો ઝેરીલો માહોલ ઊભો કરીને ગાંધીના હત્યારાઓના ગુણગાન ગાય છે. દેશના જુદા જુદા સ્થળો પર પણ ગાંધીવાદી સંસ્થાઓ પર હુમલાઓ થઈ રહ્યા છે, તેથી આજની બેઠકને ‘નવ સત્યાગ્રહ’ કહેવામાં આવે. આપણે આ શક્તિઓ વિરુદ્ધ સંપૂર્ણ તાકાતથી અને દૃઢ સંકલ્પથી મુકાબલો કરવાનો ફરી સંકલ્પ લઈએ. આજની બેઠકમાં આપણા સંગઠનને વધુ મજબૂત કરવાનો મુદ્દો પણ ઉઠાવાશે.’

આ પણ વાંચો : પેપર લીકનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, રાહુલ ગાંધીના નીતીશ સરકાર અને NDA પર પ્રહાર

‘આપણે આ બેઠક દ્વારા સંયુક્ત રીતે આગળ વધીએ’

તેમણે લખ્યું છે કે, ‘આપણા સંગઠનનો ઇતિહાસ એટલો ગૌરવશાળી છે કે, તેણે પોતાની દૃઢતાનો વારંવાર પરિચય આપ્યો છે. આવો આપણે વ્યક્તિગત અને સંયુક્ત રીતે આ બેઠક દ્વારા આગળ વધીએ. આજે આપણે આપણા સંકલ્પને મજબૂત કરીએ કે, આપણે આપણા પક્ષ સામેના તમામ પડકારોનો સામનો તત્પરતા અને નવા ઉદ્દેશ્ય સાથે કરીશું. હું આપ સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું.’

આ પણ વાંચો : બિહારમાં ફરી નવા-જૂનીના એંધાણ! નીતિશ કુમાર પર ભાજપ નેતાઓના નિવેદનથી હલચલ તેજ


Google NewsGoogle News