એક્ઝિટપોલ કરતા પરિણામો તદ્દન વિપરિત જ હશે તેવી મને પૂરી આશા છે : યુપીએ અધ્યક્ષ સોનિયા

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
એક્ઝિટપોલ કરતા પરિણામો તદ્દન વિપરિત જ હશે તેવી મને પૂરી આશા છે : યુપીએ અધ્યક્ષ સોનિયા 1 - image


- આપણે રાહ જોઈએ ઈન્ડીયા બ્લોક 295 બેઠકો મેળવી જ જશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો ગર્વોન્નત આશાવાદ

નવી દિલ્હી : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને યુપીએના વર્તમાન અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે ગર્વોન્નત આશાવાદ પ્રકટ કરતાં કહ્યું હતું કે એકિઝટ પોલ્સ કરતાં ચૂંટણી પરિણામો તદ્દન વિપરિત જ આવશે, તેવી મને અને મારી પાર્ટીને પૂરી ખાતરી છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે આપણે રાહ જોઈએ, થોડી રાહ જોઈએ.

મંગળવારે આવનારાં ચૂંટણી પરિણામો વિષે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ આ પ્રમાણે કહ્યું હતું.

ડી.એમ.કે.ના સ્થાપક એમ. કરુણાનિધિની ૧૦૦મી જન્મજયંતિ સમયે યોજાયેલા કાર્યક્રમમાં અહીંના ડીએમકે કાર્યાલયમાં હાજરી આપવા ગયેલા સોનિયા ગાંધીને પત્રકારોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં આમ કહ્યું હતું.

તે સર્વવિદિત છે કે, મોટાભાગના એકિઝટ પોલ્સમાં એનડીએને ૪૦૦થી વધુ બેઠકો મળવાની આગાહી કરાઈ છે જેમાં ભાજપને ૩૫૦ જેટલી બેઠકો મળવાની પણ આગાહી કરવામાં આવી છે જે સરકાર રચવા માટે જરૂરી ૨૭૨ બેઠકો કરતાં ઘણી વધુ છે.

આમ છતાં કોંગ્રેસ અને 'ઇન્ડિયા ગઠબંધને તે એકિઝટ પોલ્સને પરિકથા સમાન કહેતા જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન જ આગામી સરકાર રચશે.'

રવિવારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેને એકિઝટ પોલ ન કહેવાય પરંતુ 'મોદી મીડીયા પોલ' કહેવાય. આ મોદીજીના પોલ્સ છે તે પરિકથાના પોલ્સ છે.

કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ કહ્યું હતું કે, 'ઇન્ડિયા ગઠબંધનને ૨૯૫ સીટ મળશે, અને તે જ સરકાર રચશે.'

ડીએમકે નેતા કરુણાનિધિની ૧૦૦મી જન્મ જયંતિ સમયે અહીંનાં ડીએમકે કાર્યાલયમાં ઉપસ્થિત રહેલાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ડૉ. કલઈગ્નાર કરૂણાનિધિની ૧૦૦મી જન્મ જયંતિ સમયે ઉપસ્થિત રહેવાનો મને આનંદ છે. વિશેષત: ડીએમકેના સાથીઓ સાથે પણ ઉપસ્થિત રહેવા માટે હું પ્રસન્ન થઈ રહી છું. મારા સાથીઓને મળી તેઓની વાત સાંભળવાનું પણ મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેનારા સર્વેને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.


Google NewsGoogle News