Get The App

'ફૂંગસુક વાંગડુ' મોદી સરકારનું ટેન્શન વધારશે, 'લદાખ ટુ દિલ્હી' પદયાત્રા શરૂ કરી, જાણો શું છે માગ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
Sonam Wangchuk


Sonam Wangchuk marched in Delhi : સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીના અધિકારીઓના નેતૃત્વમાં 100 થી વધુ લદ્દાખીઓ તેમની માંગણીઓ સાથે દિલ્હી તરફ પદયાત્રા પર નીકળ્યા છે. આ પદયાત્રા રવિવારે લેહના NDS મેમોરિયલ પાર્કથી શરૂ થઈ હતી અને 2 ઓક્ટોબરે દિલ્હીમાં પૂરી થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે.

લેહના એનડીએસ મેમોરિયલ પાર્કથી 100 થી વધુ લદ્દાખીઓ તેમની માંગણીઓને લઈને દિલ્હી તરફ પદયાત્રા શરુ કરી છે. સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીના અધિકારીઓની આગેવાનીમાં આ પદયાત્રા રવિવારે શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં પુરુષોની સાથે મોટા પ્રમાણમાં મહિલાઓ પણ સામેલ થઈ છે. 

એક દિવસમાં કરશે 25 કિલોમીટરનો પ્રવાસ

પર્યાવરણવિદ સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીના અધિકારીઓના નેતૃત્વમાં રવિવારે લેહના NDS મેમોરિયલ પાર્કમાંથી 100 થી વધુ લદ્દાખીઓથી દિલ્હી જવા માટે પદયાત્રા શરુ કરી છે. આ પદયાત્રા દરમિયાન આ લોકો એક દિવસમાં 25 કિલોમીટરની યાત્રા કરશે.

આ માંગણીઓ સાથે દિલ્હી પહોંચશે સોનમ વાંગચુક 

સોનમ વાંગચુકના નેતૃત્વમાં યોજાયેલી આ પદયાત્રા લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા, બંધારણની છઠ્ઠી અનુસૂચીને લાગુ કરવા તેમજ લોકસભાની બે બેઠકો બનાવવા જેવા મુદ્દાઓને લઈને 2 ઓક્ટોબરે પહોચશે. 


Google NewsGoogle News