Get The App

જેલમાંથી મુક્ત કર્યાની મિનિટોમાં જ સોનમ વાંગચુકની ફરી ધરપકડ, અનિશ્ચિતકાળ માટે અનશન યથાવત્

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
જેલમાંથી મુક્ત કર્યાની મિનિટોમાં જ સોનમ વાંગચુકની ફરી ધરપકડ, અનિશ્ચિતકાળ માટે અનશન યથાવત્ 1 - image


Image: Facebook

Sonam Wangchuck Arrested: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક અને 150 લદાખીઓની મંગળવારે મોડી રાતે દિલ્હી પોલીસ દ્વારા મુક્ત કર્યાં બાદ ફરીથી ધરપકડ કરી લેવાઈ છે જ્યારે પોલીસ સ્ટેશનોએ તેમનું અનિશ્ચિતકાળ માટે અનશન ચાલુ છે. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'વાંગચુક અને અન્ય કસ્ટડીમાં લેવાયેલા લદાખીઓને મંગળવારે રાતે જવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ તે દિલ્હીના મધ્ય ભાગ તરફ માર્ચ કરવા પર અડગ હતા તેથી તેમની ફરીથી ધરપકડ કરી લેવાઈ છે.'

વાંગચુકને બવાના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા

પોલીસે જાણકારી આપતાં કહ્યું કે 'વાંગચુકને અમુક અન્ય લોકોની સાથે બવાના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે અન્યને નરેલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા, અલીપુર અને કંઝાવલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.'

વાંગચુક અને તેમની સાથે આવેલા લોકોને દિલ્હી પોલીસે સોમવાર રાતે સિંધૂ સરહદ પર મનાઈ હુકમનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કસ્ટડીમાં લેવાયા હતા જ્યારે તેમણે પોતાની માગો પર દબાણ બનાવવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે એક મહિના પહેલા લેહથી શરૂ થયેલી 'દિલ્હી ચલો પદયાત્રા' નું નેતૃત્વ કરી રહ્યાં હતાં. 

લદાખને રાજ્યનો દરજ્જો અપાવવાને લઈને અનશન

આનું આયોજન લેહ એપેક્સ બોડી દ્વારા કરવામાં આવ્યુ હતું. જે કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (Kargil Democratic Alliance) ની સાથે છેલ્લા ચાર વર્ષોથી લદાખને રાજ્યનો દરજ્જો આપવા બંધારણની છઠ્ઠી યાદીમાં સામેલ કરવા અને અન્ય માગો માટે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે.

પ્રદર્શનકારી જૂથના એક પ્રતિનિધિએ મંગળવારે કહ્યું કે 'જે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, તે અનિશ્ચિતકાળ અનશન પર ચાલ્યા ગયા છે. જો દિલ્હી પોલીસ તેમને બુધવારે ગાંધી સ્મૃતિ જવાની પરવાનગી નહીં આપે તો તે મુક્ત થયા બાદ પણ પોલીસ સ્ટેશનો પર બેસેલા રહેશે.'


Google NewsGoogle News