અધિકારીઓ સાંભળતા જ નથી: યોગી સરકારના રાજ્યમંત્રીએ રાજીનામું ધર્યું
UP State Minister Sonam Kinnar Resigned From Her Post: ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર અને સંગઠન વચ્ચેનો ઘર્ષણ વધતો જાય છે. તે દરમિયાન રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા કિન્નર કલ્યાણ બોર્ડના અધ્યક્ષ સોનમ કિન્નરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે હજી સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.
સરકાર કરતા સંગઠન મોટું
સોનમ કિન્નર કહ્યું હતું કે, જ્યારે અધિકારીઓ તેમની વાત સાંભળતા જ નથી તો મંત્રી બનવાનો શું ફાયદો. તેમણે એ પણ કહ્યું કે યુપીના અધિકારીઓ એ જ સરકારને બરબાદ કરી છે. તેમણે કહ્યું કે તેમના વિભાગના અધિકારીઓ તેમનું બિલકુલ સાંભળતા જ નથી. આ સ્થિતિમાં હું રાજીનામું આપીને હવે સંગઠનમાં જ કામ કરીશ. સોનમે આગળ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપની હારની કોઈ જવાબદારી નથી લઇ રહ્યું તો એ જવાબદારી હું લઉં છું. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનનું પુનરાવર્તન કરતા તેમણે કહ્યું કે સરકાર કરતા સંગઠન મોટું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના બદલાતા સમીકરણ: ભાજપ અને પવારે કરી 'પાવરફુલ' માંગ, શું કરશે શિંદે?
મારા વિભાગમાં જ ભ્રષ્ટાચાર નથી અટકાવી શકી
સોનમ કિન્નરે નોકરશાહી અને અધિકારીઓ વિરુધ પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે. સોનમે યોગી સરકારના બુલડોઝર એક્શન નીતિ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. સોનમ અગાઉ સમાજવાદી પક્ષમાં હતા. થોડા સમય પહેલા જ તેઓ ભાજપમાં જોડાયા છે. તેમણે આરોપ લગાવ્યો કે હું મારા વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને પણ અટકાવી શકતી નથી. જો હું જનતાના કામ ન કરાવી શકું તો મંત્રી તરીકે ચાલુ રહેવાનો શું અર્થ?
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપને ઝટકો, આ બે દિગ્ગજ નેતા ઘરવાપસી કરવાની તૈયારીમાં, શરદ પવાર સાથે કરશે મુલાકાત