'ઈન્સ્પેક્ટર સાહેબ, મેં મારી મા ને મારી નાખી કારણ કે તેણે નાસ્તો ન બનાવ્યો', પોલીસ સ્ટેશન જઈને બોલ્યો દીકરો
Son Killed Mother : કર્ણાટકના બેંગલુરૂમાં દીકરા તરફથી માતાની હત્યાનો હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, યુવકે પોતાની માતાની એટલા માટે હત્યા કરી નાખી કારણ કે તેમણે નાસ્તો ન આપ્યો. શુક્રવાર સવારે આ ઘટના બની હતી. હત્યા બાદ યુવક ખુદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. કેઆર પોલીસ સ્ટેશનના અધિકારી તે સમયે ચોંકી ગયા જ્યારે આરોપી યુવકે આખી ઘટના અંગે જણાવ્યું.
17 વર્ષનો આ યુવક સવારે 9 વાગ્યાથી પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જઈને બોલ્યો કે, 'સર્કલ ઈન્સ્પેક્ટર કહ્યાં છે?' જેના પર સ્ટાફે કહ્યું કે, 'તેઓ 10 વાગ્યે આવશે.' આ સાંભળીને યુવકે તરત કહ્યું કે, 'મેં મારી માતાને મારી નાખી છે.'
આરોપી યુવકની વાત સાંભળીને પોલીસ કર્મચારીઓ હચમચી ગયા હતા. તેને ઈન્સ્પેક્ટરના ચેમ્બરમાં લઈ જવાયા અને હત્યાકાંડ અંગે વિસ્તારથી માહિતી લેવાઈ. ત્યારબાદ પોલીસ અધિકારી આરોપીના ઘરે પહોંચ્યા. અહીં જઈને જોયું તો રસોડામાં તેમની માતાનો મૃતદેહ પડેલો હતો. તેના ચહેરા પર લોહીના નિશાન હતા અને માથા પર ગંભીર ઈજાના નિશાન હતા. મૃતક મહિલાની ઉંમર 40 વર્ષ હતી જે પહેલા એક પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવતા હતા. યુવક સેકન્ડ યર ડિપ્લોમા સ્ટુડેન્ટ છે.
ગુસ્સામાં આવીને લોખંડના સળિયાથી માથા પર માર્યું
પોલીસની પૂછપરછમાં યુવકે જણાવ્યું કે, 'મેં આજે સવારે પોતાના માતાને નાસ્તો બનાવવા માટે કહ્યું પરંતુ તેમણે મને ના પાડી દીધી. મારે કોલેજ જવામાં મોડું થઈ રહ્યું હતું. જ્યારે મેં મા ને નાસ્તા માટે પૂછ્યું તો તેમણે કહ્યું કંઈ નથી બનાવ્યું. તેને લઈને અમારા બંને વચ્ચે બબાલ થઈ.' થોડી જ વારમાં બબાલ ઝઘડામાં બદલાઈ ગઈ અને યુવકે ગુસ્સામાં આવીને લોખંડના સળિયા વડે પોતાની મા ના માથા પર મારી દીધો. આ હુમલાને લઈને મહિલા નીચે પડી ગઈ. યુવકને લાગ્યું કે તે બેભાન થઈ ગઈ છે તો તેના પર પાણી નાખવા લાગ્યો પરંતુ કોઈ હલચલ ન થઈ. હવે યુવકને એ વાતનો અહેસાસ થયો કે મા નું મોત થઈ ગયું છે. ત્યારબાદ તે ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કરી દીધું.