આગામી સમયમાં કંઈક મોટું થવાનું છે: વિદેશમંત્રી જયશંકરની ભવિષ્યવાણી, કોને આપ્યો મેસેજ?
S Jaishankar Prediction : વિદેશમંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં થિંગટેંક ઓબ્જર્વર રિસર્ચ ફાન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વભરમાં ચીનના વધતા દબદબા, QUADની ભૂમિકા અને UNSCમાં ભારતની સભ્યપદનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘આગામી બે વર્ષમાં અનેક ફેરફારો થશે. હું એમ કહી રહ્યો નથી કે, આ સારુ હશે કે ખરાબ... હું માત્ર અંદાજ લગાવી રહ્યો છું કે, શું થવાનું છે. મને લાગે છે કે, આગામી સમયમાં કંઈક મોટું થવાનું છે.’
ચીનનો દબદબો ઘટાડવાનો ભારતનો પ્રયાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતા, તેના બે દિવસ બાદ જયશંકરે આ નિવેદન આપી સૌને ચોંકાવી દીધા છે. તેમની આ વાત પરથી લાગી રહ્યું છે કે, ભારત વિશ્વભરમાં ચીનના દબદબાને ઘટાડવા માટે વ્યાપક સહમતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘નિયમો આધારિત સિસ્ટમ હોય કે બહુપક્ષીય સંસ્થાઓ, ચીન તેનો મહત્તમ ફાયદો ઉઠાવી રહ્યું છે. અમે બધા આના પર સહમત છીએ. અમે એમ પણ કહીએ છીએ કે, આપણે તેમનો દબદબો ઘટાડવો જોઈએ, કારણ કે બીજો વિકલ્પ વધુ ખરાબ છે. પણ હું વિચારી રહ્યો છું કે, આખરે કરીએ તો શું કરીએ?’
જયશંકરે ટ્રમ્પ સરકાર પર કર્યો કટાક્ષ
તેમણે કહ્યું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે પ્રથમ વિદેશ નીતિની શરૂઆત ક્વાડ સાથે કરી છે, તે જોઈને મને આશ્ચર્ય થયું છે. ક્વાર્ડની સૌથી સારી વાત શું છે? તેમાં કોઈપણ પ્રકારનો ખર્ચો નથી, તેમાં તમામ લોકો આવે છે, પોતાનું બિલ ભરે છે, બધું જ બરાબર છે. જો આપણે એક જુદા જ પ્રકારની સંરચના, અમેરિકાની શક્તિથી જુદી જ દુનીયા જોઈ રહ્યા છીએ.’
આ પણ વાંચો : શું ટ્રમ્પને મનાવી લેશે ભારત? ટેરિફ અંગે સીતારમણની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
નાટો અને ક્વાડમાં તફાવત
વિદેશ મંત્રી કદાચ ઉત્તરી એટલાન્ટિકા સંધી સંગઠન (NATO)ના મૉડલની તુલના કરી રહ્યા હતા. નાટો યુરોપ અને ઉત્તર અમેરિકાના 32 દેશોનું એક સૈન્ય સંગઠન છે, જેમાં વર્ષે બે તૃતીયાંશ બજેટ અમેરિકા આપે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકા દ્વારા દર વર્ષે નાટોને અપાતા ફંડ નીતિથી પણ વાંધો પડ્યો છે. નાટોના સભ્ય દેશો જર્મની અને પોલેન્ડ જેવા દેશોએ પોતાના સંરક્ષણ ખર્ચમાં વૃદ્ધિ કરી છે.
ટ્રમ્પ ક્વાડ પર ધ્યાન કેન્દ્રીત કરે!
જયશંકરના જણાવ્યા મુજબ, અમેરિકામાં પ્રભાવશાળી જૂથોનું માનવું છે કે, જો અમેરિકા તેની વિદેશી પ્રતિબદ્ધતાઓ અને સંબંધોમાંથી મુક્ત થાય તો અમેરિકાને લાભ થશે. જયશંકરની વાત કદાચ સૂચવે છે કે, ટ્રમ્પ, જેઓ ચીન પ્રત્યે આક્રમક વલણ ધરાવે છે, તેઓ QUAD પર તેમનું ધ્યાન વધારી શકે છે, જે યુએસમાં જો બિડેન વહીવટ હેઠળ કંઈક અંશે અટકી ગયું હતું.
આ પણ વાંચો : દ્વિપક્ષીય બેઠક માટે ભારત પહોંચ્યા કતારના અમીર, PM મોદીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત