Get The App

કોઈએ તો સંચાલન કરવું પડશે...: ચૂંટણી ન લડવાના સવાલનો પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
કોઈએ તો સંચાલન કરવું પડશે...: ચૂંટણી ન લડવાના સવાલનો પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ 1 - image


Image: Facebook

Lok Sabha Elections 2024: સૌથી મોટું ચૂંટણી સસ્પેન્સ કોંગ્રેસ પાર્ટીએ ખતમ કરી દીધું છે. ગાંધી પરિવારનો જૂનો ગઢ રહેલા અમેઠી અને રાયબરેલીથી ઉમેદવારોની લિસ્ટ આવી ગઈ છે. અમેઠીથી કે.એલ.શર્મા ચૂંટણી લડશે તો રાયબરેલીથી રાહુલ ગાંધી. પહેલા પ્રિયંકા ગાંધીની પણ આ બંને બેઠકોમાંથી કોઈ એક પર ચૂંટણી લડવાની ચર્ચા હતી પરંતુ લિસ્ટથી બધું જ સ્પષ્ટ થઈ ગયું. ચૂંટણી ન લડવાના સવાલ પર પ્રિયંકા ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી ગઈ છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું- 'કોઈએ તો સંચાલન કરવું પડશે'. પ્રિયંકા ગાંધીએ અમેઠીથી કે.એલ.શર્માને યોગ્ય પસંદગી ગણાવી અને કહ્યું કે તેઓ લાંબા સમયથી અમેઠીનું કાર્ય સંભાળતા રહ્યાં છે. તેમને અહીંના દરેક વિસ્તાર અને દરેક મહોલ્લાની પૂર્ણ જાણકારી છે.

રાહુલ ગાંધી અને કે.એલ.શર્માના નામાંકન માટે પહોંચેલા પ્રિયંકા ગાંધી પહેલા અમેઠી પહોંચ્યા. પ્રિયંકાએ લોકોને કહ્યું કે કે.એલ.શર્મા લાંબા સમયથી અહીં કામ કરી રહ્યાં છે. તેમને તક આપો. ઉલ્લેખનીય છે કે નામાંકનના અંતિમ દિવસે આ બંને બેઠકો પર કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આજે જ 3 વાગ્યા સુધી નામાંકનનો સમય હતો.

કે.એલ. શર્માની ઉમેદવારી પર પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

પ્રિયંકા ગાંધીએ કિશોરી લાલ શર્માની અમેઠીથી ચૂંટણી લડવા પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું, 'કિશોરી લાલ શર્માજી સાથે અમારા પરિવારનો વર્ષોથી સંબંધ છે. અમેઠી, રાયબરેલીના લોકોની સેવામાં તેઓ હંમેશા મન-પ્રાણથી લાગ્યા રહે છે. તેમની જનસેવાનો જુસ્સો એક મિસાલ છે.'

તેમનું સમર્પણ તેમને સફળતા અપાવશે

પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'આજે ખુશીની વાત છે કે કિશોરી લાલજીને કોંગ્રેસ પાર્ટીએ અમેઠીથી ઉમેદવાર બનાવ્યાં છે. કિશોરી લાલજીની નિષ્ઠા અને કર્તવ્ય પ્રત્યે તેમનું સમર્પણ જ તેમને આ ચૂંટણીમાં સફળતા અપાવશે'.

અમેઠીથી ચૂંટણી લડવાની હતી અટકળો

પહેલા એ કહેવાઈ રહ્યું હતું કે આ વખતે પ્રિયંકા ગાંધીની ચૂંટણી એન્ટ્રી થઈ શકે છે અને અમેઠીથી તેઓ પોતાની પહેલી ચૂંટણી લડી શકે છે. અમેઠી બેઠક પર રાહુલ ગાંધીએ પહેલી વખત 2004માં ચૂંટણી જીતી હતી. તે બાદ તેઓ સતત ત્રણ વખત 2019 સુધી ત્યાંથી સાંસદ સભ્ય રહ્યા. રાહુલ વર્તમાનમાં કેરળના વાયનાડ બેઠકથી સાંસદ છે અને આ વખતે પણ તેમણે વાયનાડથી ચૂંટણી લડી છે. ત્યાં બીજા તબક્કામાં વોટિંગ થઈ ચૂક્યુ છે.


Google NewsGoogle News