Get The App

‘અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા કેટલાક યુવકોના માથે પાઘડી ન હતી’ કેબિનેટ મંત્રીનો દાવો

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
‘અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા કેટલાક યુવકોના માથે પાઘડી ન હતી’ કેબિનેટ મંત્રીનો દાવો 1 - image


USA Deportation : અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સની બીજી ફ્લાઇટ શનિવારે અમૃતસર પહોંચી હતી. આ મુદ્દે પંજાબના એક કેબિનેટ મંત્રી અને અમેરિકાથી દેશનિકાલ કરાયેલા કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, વિમાનમાં સવાર કેટલાક યુવકોના માથે પાઘડી ન હતી, જેના કારણે પંજાબ વહિવટીતંત્રએ એરપોર્ટ પર અંતિમ સમયે વ્યવસ્થા કરવી પડી.

‘અમારી પાઘડી ઉતારી દીધી’

ડંકી રુટથી અમેરિકા ગયેલા યશપાલ સિંહે પરત ફર્યા બાદ કહ્યું કે, ‘જ્યારે અમને એરપોર્ટ ઉતારવામાં આવ્યા, ત્યારે અમે પાઘડી પહેરી ન હતી. તેઓએ (વિમાન ટેકઓફ પહેલા) અમારી પાઘડી ઉતારી દીધી હતી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ અમને સિરોપા આપ્યો હતો, જોકે તે બહું લાંબો ન હતો, કારણ કે તેનો ઉપયોગ માથા પર બાંધવા માટે નહીં, પરંતુ સન્માન કરવામાં થાય છે, તેથી મેં મારું માથું ઢાંકવા માટે એક ટોપી ઉધાર લીધી.’

‘પ્રથમ જથ્થામાં પણ આવી સ્થિતિ હતી’

અમેરિકાએ દેશનિકાલ કરેલા યુવકો પંજાબ, ગુજરાત સહિત અનેક રાજ્યોના હતા. દેશનિકાલ કરાયેલા લોકો શનિવારે અમૃતસર પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર પંજાબ સરકારના મંત્રી પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલાએ કહ્યું કે, ‘દેશનિકાલ કરાયેલા લોકોનો પ્રથમ જથ્થો આવ્યો, ત્યારે કેટલાક યુવકોના માથામાં પાઘડી ન હતી. તે વખતે અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ફરી અમે મુદ્દો ઉઠાવીશું. દુઃખદ વાત એ છે કે, હંગામો છતાં સ્થિતિ બદલાઈ નથી. ત્રીજી વખત દેશનિકાલ કરાશે, ત્યારે પણ આવી સ્થિતિ રહેશે. યુવાઓના હાથમાં હાથકડી હશે અને તેઓના માથામાં પાઘડી પણ નહીં હોય.’

‘અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા કેટલાક યુવકોના માથે પાઘડી ન હતી’ કેબિનેટ મંત્રીનો દાવો 2 - image

અમેરિકાના પ્રથમ વિમાનમાં 116 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સ હતા

ઉલ્લેખનીય છે કે, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સની બીજી ફ્લાઇટ શનિવારે અમૃતસર પહોંચી હતી. શનિવારે 116 ભારતીયોને લઇને આવેલુ અમેરિકન એરફોર્સનું વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું, જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના લોકો હતા. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજુ જૂથ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યું હતું અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 2 યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

અમેરિકાના બીજા વિમાનમાં 104 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સ હતા

આ અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન પણ અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી, હરિયાણા અને ગુજરાતના 33-33 અને પંજાબના 30 હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ કહ્યું કે, તેઓ તેમના પરિવારોને વધુ સારું જીવન પૂરું પાડવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગતા હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 157 ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (16 ફેબ્રુઆરી) અમૃતસર પહોંચવાની શક્યતા છે. તેમાંથી 59 હરિયાણાના, 52 પંજાબના, 31 ગુજરાતના અને બાકીના અન્ય રાજ્યોના છે.

આ પણ વાંચો : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, પોલીસની ગાડીઓમાં રવાના


Google NewsGoogle News