Get The App

'અમુક લોકો નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે, શિવાજી મહારાજના સમયમાં પણ...' : મોહન ભાગવતનું નિવેદન

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
'અમુક લોકો નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે, શિવાજી મહારાજના સમયમાં પણ...' : મોહન ભાગવતનું નિવેદન 1 - image


Image: Facebook

Mohan Bhagwat Statement on Religion: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અમુક તત્વ છે જે નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે. તેના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી કેમ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી પરંતુ ધર્મની શક્તિનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મેળવી શકાય છે.

ભાગવતે ડો મિલિંદ પરાડકરના પુસ્તક તંજાવરચે મરાઠેના વિમોચનના અવસરે સોમવારે આ વાતો કહી. તેમણે કહ્યું કે ધર્મનો અર્થ માત્ર પૂજા-પાઠ નથી પરંતુ આ એક વ્યાપક ખ્યાલ છે જેમાં સત્ય, કરુણા, તપશ્ચર્યા (સમર્પણ) સામેલ છે. 'હિંદુ' શબ્દ એક વિશેષણ છે જે વિવિધતાઓને સ્વીકાર કરવાનું પ્રતીક છે. ભારત 'વસુધૈવ કુટુમ્બકમ'ના વિચારને આગળ વધારવા અને એક હેતું માટે અસ્તિત્વમાં આવ્યું. 

મોહન ભાગવતે કહ્યું કે પહેલા ભારત પર બહારના આક્રમણ વધું થતાં હતાં તેથી લોકો સતર્ક રહેતાં હતાં પરંતુ હવે તે જુદાં-જુદાં રૂપોમાં સામે આવી રહ્યાં છે. તેમણે કહ્યું, 'જ્યારે તાડકાએ (રામાયણમાં એક રાક્ષસીએ) આક્રમણ કર્યું, તો ખૂબ અરાજકતા ફેલાઈ ગઈ અને તે રામ અને લક્ષ્મણના માત્ર એક બાણથી મૃત્યુ પામી. બીજી તરફ પૂતના રાક્ષસી જે બાલકૃષ્ણને મારવા આવી હતી તે કૃષ્ણને સ્તનપાન કરાવવા માટે માસીના વેશમાં આવી હતી, જોકે તેઓ કૃષ્ણ હતાં તેથી તેમણે તેને મારી નાખી.'

અમુક તત્વ ભારતના વિકાસમાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યાં છે

ભાગવતે કહ્યું, 'આજની સ્થિતિ પણ આવી જ રહી છે, હુમલા થઈ રહ્યાં છે અને તે દરેક રીતે વિનાશકારી છે ભલે તે આર્થિક હોય કે આધ્યાત્મિક હોય કે રાજકીય.'  તેમણે આગળ જણાવ્યું કે અમુક તત્વ ભારતના વિકાસના માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યાં છે અને વૈશ્વિક મંચ પર તેના વિકાસથી ડરેલા છે પરંતુ તે સફળ થશે નહીં. 

અમુક લોકોને ડર છે કે ભારત આગળ વધી જશે તો તેમના વેપાર બંધ થઈ જશે

આરએસએસ પ્રમુખે કહ્યું, 'જે લોકોને ડર છે કે જો ભારત મોટા પાયે આગળ વધશે તો તેના વેપાર બંધ થઈ જશે, આવા તત્વ દેશના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરવા માટે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરી રહ્યાં છે. તે પ્લાનિંગથી હુમલા કરી રહ્યાં છે પરંતુ ડરવાની કોઈ જરૂર નથી કેમ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી, જ્યારે ભારતના ઉત્થાનની કોઈ આશા નહોતી.'

મોહન ભાગવતે કહ્યું કે ભારતને પરિભાષિત કરનારી એક બાબત છે 'જીવન શક્તિ'. તેમણે કહ્યું, 'જીવન શક્તિ આપણા રાષ્ટ્રનો આધાર છે અને આ ધર્મ પર આધારિત છે જે હંમેશા રહેશે. ધર્મ સૃષ્ટિના આરંભમાં હતો અને અંત સુધી તેની જરૂર રહશે.'


Google NewsGoogle News