પાવર કે ચાવીથી નહી પ્રાચીન મંદિરમાં 1400 વર્ષ થી ચાલતી સોલર ઘડિયાળ

જો કે આ એક સોલાર ઘડિયાળ રાત્રીનો સમય બતાવતી નથી.

સૂર્યના કિરણો પડે કે તરત જ ચળકાટના લીધે સમય દર્શાવા લાગે છે

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
પાવર કે ચાવીથી નહી પ્રાચીન મંદિરમાં 1400 વર્ષ થી ચાલતી સોલર ઘડિયાળ 1 - image


ચેન્નાઇ, તા. 29 નવેમ્બર, 2023, બુધવાર

તમિલનાડુના તંજાવર જિલ્લાના તિરુવિસાનાલૂરના શિવોગીનાથર મંદિરમાં 1400 વર્ષ જુની સૂર્ય ઘડિયાળ સમય બતાવે છે. મંદિરની દિવાલથી ૩૫ ફૂટ ઉંચાઇ પરની આ ઘડિયાળ ચૌલ રાજાઓના અસિમજ્ઞાન અને વૈજ્ઞાનિક દ્વષ્ટીકોણની સાબીતી આપે છે. પ્રાચીન સમયમાં ઘડિયાળો પાવર કે ચાવીથી નહી પરંતુ સોલાર સિસ્ટમથી ચાલતી હતી.

દિવાલ પર ગ્રેનાઇટથી કોતરવામાં આવેલી આ અર્ધમંડળ ઘડિયાળની પિતળની સોય પર સૂર્યના કિરણો પડે કે તરત જ ચળકાટના લીધે સમય દર્શાવા લાગે છે. આ માટે ત્રણ ઇંચ લાંબી પિતળની સોયને ક્ષિતિજ રેખાના કેન્દ્રમાં સ્થિર રાખવામાં આવે છે.


પાવર કે ચાવીથી નહી પ્રાચીન મંદિરમાં 1400 વર્ષ થી ચાલતી સોલર ઘડિયાળ 2 - image

જો કે આ એક સોલાર ઘડિયાળ રાત્રીનો સમય બતાવતી નથી. એક જમાનામાં મંદિર આવતા ભકતો સવારે ૬ વાગ્યાથી માંડીને સાંજના ૬ વાગ્યા સુધીનો સમય ઘડિયાળ જોઇને દિનચર્યા સેટ કરતા હતા. આ ઘડિયાળમાં જોવા મળતા અંગ્રેજી નંબરો બ્રિટીશરોએ પોતાની સુવિધા ખાતર સામેલ કર્યા હોવાનું માનવામાં આવે છે.૧૪૦૦ વર્ષ જુના આ મંદિરમાં સૂર્ય ઘડિયાળ આજે પણ લોકોનું આકર્ષણ છે.

પાવર કે ચાવીથી નહી પ્રાચીન મંદિરમાં 1400 વર્ષ થી ચાલતી સોલર ઘડિયાળ 3 - image

સમયની સાથે પિતળની સોયનો ચળકાટ ઝાંખો પડયો હોવાથી ઘડિયાળની મરામતની જરુરીયાત છે.પ્રાચીન સમયમાં અનેક લોકો આ સૂર્ય ઘડિયાળ સમક્ષ બેસીને તપ કરતા હતા.વિશ્વમાં આધુનિક ઘડિયાળની શોધ થઇ ન હતી ત્યારે સમય જાણવા માટે સોલાર ઘડિયાળનો ઉપયોગ થતો હતો.પ્રાચિન વૈદિકકાળમાં સોલાર ઘડીનો ઉલ્લખે જોવા મળે છે.દિલ્હીની જંતર મંતર વેધશાળા એક ગોળાકાર અને સૌર ઘડિયાળનું વિશાળ સ્વરુપ છે.



Google NewsGoogle News