Get The App

દેશની 30 ટકા ખેતીની જમીન પર માટીની ગુણવત્તા ખરાબ... કૃષિ મંત્રીએ વ્યક્ત કરી ચિંતા

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
દેશની 30 ટકા ખેતીની જમીન પર માટીની ગુણવત્તા ખરાબ... કૃષિ મંત્રીએ વ્યક્ત કરી ચિંતા 1 - image


Image: Facebook

Shivraj Singh Chouhan on Soil Quality: કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશમાં માટીની ખરાબ થતી ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી હતી. કૃષિ મંત્રીએ કહ્યું કે ‘દેશની 30 ટકા ખેતી લાયક જમીન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ માટે આપણે ટકાઉ ખેતી તરફ વળવું જોઈએ કારણ કે, માટીની ગુણવત્તા જાળવી રાખવાની હવે ખાસ જરૂર છે.’

માટીની ગુણવત્તા પર આયોજિત વૈશ્વિક સંમેલનને ઓનલાઈન સંબોધિત કરતાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે 'ભૂખમરાને સમાપ્ત કરવા, ક્લાઈમેટ ચેન્જ તેમજ જમીન-જીવન સંબંધિત સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)ને હાંસલ કરવા માટે માટીની ગુણવત્તામાં સુધારો થવો અત્યંત જરૂરી છે.'

સફળતા પોતાની સાથે ચિંતાઓ પણ લઈને આવી છે

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું, 'આપણે દર વર્ષે 33 કરોડથી વધુ ખાદ્યાન્નોનું ઉત્પાદન કરી રહ્યાં છીએ. 50 અબજ અમેરિકન ડૉલર મૂલ્યની નિકાસ કરી રહ્યાં છીએ, પરંતુ આ સફળતા પોતાની સાથે ચિંતાઓ પણ લઈને આવી છે. ખાસ કરીને માટીની ગુણવત્તાના મામલે. ભારતની લગભગ 30 ટકા જમીનની ગુણવત્તા ખાતરનો વધુ પડતા અને અસંતુલિત ઉપયોગથી સર્જાઈ છે. કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને માટી વ્યવસ્થાપનના અભાવના કારણે ખેતજમીનો બરબાદ થઈ રહી છે.’   

આ દરમિયાન તેમણે સરકાર દ્વારા માટીની ગુણવત્તાને જાળવી રાખવા સરકારના પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘સરકાર દ્વારા ખેડૂતોને 22 કરોડથી વધુ માટી ગુણવત્તા કાર્ડ વહેંચવામાં આવ્યા છે. સૂક્ષ્મ સિંચાઈ, જૈવિક અને કુદરતી કૃષિ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.’

આ વાત કરીને તેમણે એ વાત પર જોર આપ્યું કે વધતા તાપમાન, અનિયમિત વરસાદ અને ક્લાઈમેટ ચેન્જ પડકારોને જોતા આપણે વધુ ઠોસ પ્રયત્નોની જરૂર છે.  

આ પણ વાંચો: કોઈ બીજા દેશનો નેતા ભારતમાં ગુનો કરે તો શું તેને જેલ થઈ શકે? જાણી લો જવાબ

પરંપરાગત ખેતીને પ્રોત્સાહન આપવાની અપીલ

આ કાર્યક્રમમાં હાજર નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે બ્રાઝિલ તથા આર્જેન્ટિના જેવા દક્ષિણ અમેરિકન દેશોમાં સંરક્ષિત ખેતી અને ખેડાણ રહિત પદ્ધતિઓના સફળ અમલ છતાં ભારત અને દક્ષિણ એશિયામાં આમને મોટાપાયે ન અપનાવવા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમુક બિન સરકારી સંગઠન અને ખાનગી કંપનીઓ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યાં છે પરંતુ તેનો વિસ્તાર મર્યાદિત છે. ઈન્ડિયન સોઈલ સાયન્ટિસ્ટ સોસાયટી (આઈએસએસએસ)એ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

આ સંમેલનમાં આઈસીએઆરના ડિરેક્ટર જનરલ હિમાંશુ પાઠક, છોડની જાતો અને ખેડૂત અધિકાર સંરક્ષણ સત્તામંડળના અધ્યક્ષ અને આઈએસએસએસના અધ્યક્ષ એચ પાઠક પણ હાજર હતા.


Google NewsGoogle News