મણિશંકર અય્યરની દીકરીએ રામ મંદિરના વિરોધમાં 3 દિવસના રાખ્યા હતા વ્રત, સોસાયટીએ આપી નોટિસ
રામ મંદિરના વિરોધમાં રાખ્યું વ્રત, સોસાયટીના લોકો કહ્યું માફી માંગો
Suranya Iyer had kept fast against Ayodhya Ram Mandir: કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની પુત્રી સુરન્યા અય્યરે રામ મંદિરના નિર્માણના વિરોધમાં ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને સોશિયલ મીડિયા પર સનાતન ધર્મ વિરુદ્ધ અપશબ્દો પોસ્ટ કર્યા હતા. આ કારણે જંગપુરા સ્થિત તેમની સોસાયટીના આરડબ્લ્યુએએ તેમને અને મણિશંકર ઐયરને પત્ર લખીને તેમના નિવેદન માટે જાહેરમાં માફી માંગવા જણાવ્યું છે અને જો તે ન કરી શકે તો સોસાયટી છોડી દેવા જણાવ્યું છે.
રામ મંદિરના વિરોધમાં ત્રણ દિવસ કર્યો ઉપવાસ
મણિશંકર ઐયર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમની પુત્રી સુરન્યાને તેમની જ સોસાયટી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સુરન્યા અય્યરે અયોધ્યા રામ મંદિરના વિરોધમાં ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. તે રામ મંદિરના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી હતી. જેના લીધે આ મામલો વધુ ગંભીર બન્યો હતો.
સુરન્યાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
ઉપવાસ ઉપરાંત સુરન્યાએ સોશિયલ મીડિયા પર સનાતન ધર્મ વિરુદ્ધ પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. તેણે એમ પણ લખ્યું છે કે તેણે અયોધ્યા રામ મંદિરના વિરોધમાં ત્રણ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. ઉદ્ઘાટન પછી, તેણે તેની માતા પાસેથી એક ચમચી મધ પીને ઉપવાસ તોડ્યો હતો.
સોસાયટીના લોકો ગુસ્સે
જયારે દેશના લોકો રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરતા હતા ત્યારે સુરન્યા તેના વિરોધમાં ઉપવાસ કરી રહી હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર સનાતન ધર્મ વિરુદ્ધ પોસ્ટના કારણે જયારે તેમની સોસાયટીના લોકોને આ વાતની જાણ થતા તેઓ રોષે ભરાયા હતા. સોસાયટીએ સુરન્યાને નોટિસ મોકલીને જાહેરમાં માફી માંગવા કહ્યું હતું, નહીં તો તેણે સોસાયટી છોડી દેવી જોઈએ.