Get The App

36 કલાકમાં હટાવવી પડશે ખોટી માહિતી', સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર

IT નિયમો 2021 હેઠળ નિર્ધારિત સમય મર્યાદામાં તાત્કાલિક પગલાં લેવા જરૂરી

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
36 કલાકમાં હટાવવી પડશે ખોટી માહિતી', સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર 1 - image


Regulation of social media : હાલમાં ડીપફેક ખૂબ જ ચર્ચામાં છે, જેના દ્વારા લોકોને ભ્રમિત કરતા વીડિયો, ફોટા અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. ડીપફેક અને AI દ્વારા ઘણી એવી માહિતીઓને ખોટી રીતે રજૂ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે જેનાથી ખૂબ જ નુકશાન થઇ શકે છે. આ તમામ સામગ્રીઓની સોશિયલ મીડિયામાં તરત જ ઓળખ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઇઝરી તૈયાર કરવામાં આવી છે. ગઈકાલે ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલયએ જણાવ્યું કે, આવી કોઈ પણ માહિતી સામે આવ્યાના 36 કલાકમાં તેમને દૂર કરવી પડશે.

સોશીયલ મીડિયા પ્લેટફોર્મ  માટે રજૂ કરાઈ કડક એડવાઇઝરી

સોશીયલ મીડિયા પ્લેટફોર્મ માટે રજૂ કરવામાં આવેલ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખોટી માહિતી અને ડીપફેકની ઓળખ માટે સંભવિત પ્રયત્નો કરવા પડશે. નિયમો, નિયામક અને ઉપયોગકર્તા દ્વારા જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી માહિતીઓને રિપોર્ટ કર્યાના 36 કલાકમાં હટાવી અનિવાર્ય છે. ઉપરાંત, આવા કિસ્સાઓમાં, સોશિયલ મીડિયા સાઇટ્સે ખોટી માહિતીના ઍક્સેસને રોકવા માટે IT નિયમો 2021 હેઠળ નિર્ધારિત સમય મર્યાદામાં તાત્કાલિક પગલાં લેવા પડશે.

છેલ્લા છ મહિનામાં બીજી વખત રજૂ કરી 

મંત્રાલયે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને ચેતવણી આપી છે કે જો IT એક્ટ અને નિયમોની સંબંધિત જોગવાઈઓનું પાલન કરવામાં નહીં આવે તો પગલાં લેવામાં આવશે.  રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ડિજિટલ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસને પૂર્ણ કરવો એ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ડીપફેક્સના વધતા પડકારોને ધ્યાનમાં રાખીને, સરકારે છેલ્લા છ મહિનામાં બીજી વખત આવી સલાહ જારી કરી છે. 


Google NewsGoogle News