...તો 31 જાન્યુઆરી બાદ બંધ થઈ જશે તમારું FASTag, ઉતાવળે કરાવી લો આ કામ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
...તો 31 જાન્યુઆરી બાદ બંધ થઈ જશે તમારું FASTag, ઉતાવળે કરાવી લો આ કામ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2024 મંગળવાર

રોડ પર ગાડી ચલાવવા માટે ટોલ ટેક્સ આપવાની જરૂર પડે છે એ તો બધાને ખબર છે. જે માટે પહેલા તમારે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહીને ટોલ ટેક્સ આપવો પડતો હતો પરંતુ ટેકનોલોજીના આ જમાનામાં હવે FASTag ની મદદથી થોડીક મિનિટમાં ટોલ ટેક્સની ચુકવણી થઈ જાય છે. આ FASTag ના માધ્યમથી ટોલ સંગ્રહને વ્યવસ્થિત કરવાના પ્રયત્નમાં સરકારે જરૂરી કરી દીધુ છે કે અપૂર્ણ KYC વાળા FASTags ને 31 જાન્યુઆરી 2024 બાદ બેન્કો દ્વારા બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. તેથી તમે પણ 31 જાન્યુઆરી પહેલા ફાસ્ટેગ KYC કરાવી લો. નહીંતર ટોલ ટેક્સ આપવામાં મુશ્કેલી થશે અને મુસાફરીમાં પણ તકલીફ થઈ શકે છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક જારી અપડેટ અનુસાર વન વ્હીકલ વન ફાસ્ટેગની ઝુંબેશ પર જોર અપાયુ છે કે અપૂર્ણ કેવાયસી વાળા ફાસ્ટેગને 31 જાન્યુઆરી 2024 બાદ બેંકો દ્વારા બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. આ અસુવિધાથી બચવા માટે તમારે એ નક્કી કરવુ પડશે કે નવીનતમ ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરાવી લો. સરકારની આ ઝુંબેશથી નેશનલ હાઈવે પર વાહન ચલાવવાનો અનુભવ પણ વધુ સારો થઈ જશે. જેમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે માત્ર નવા ફાસ્ટેગ એકાઉન્ટ જ સક્રિય રહેશે. આગળની મદદ કે પ્રશ્નો માટે FASTag યૂઝર નજીકના ટોલ પ્લાઝા કે પોતાના સંબંધિત જારીકર્તા બેન્કોના ટોલ-ફ્રી ગ્રાહક સેવા નંબર પર સંપર્ક કરી શકો છો.

NHAIને તાજેતરમાં જ ફરિયાદ મળી હતી કે એક જ ગાડી માટે ઘણા FASTags જારી કરવામાં આવ્યા છે અને KYC પણ કરાવવામાં આવ્યુ નથી જે બાદ NHAI એ આ પગલુ ઉઠાવ્યુ છે. નિવેદનમાં આ વાત પર પણ ધ્યાન આપવામાં આવ્યુ છે કે FASTags ક્યારેક જાણીજોઈને ગાડીની વિંડસ્ક્રીન પર લગાવવામાં આવતુ નથી જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓને ટોલ પ્લાઝા પર બિનજરૂરી મોડુ થાય છે અને અસુવિધાઓનો સામનો કરવો પડે છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયનું કહેવુ છે કે દેશમાં ફાસ્ટેગે ઈલેક્ટ્રિક ટોલ કલેક્શનમાં ક્રાંતિ લાવી દીધી છે. 98 ટકાના પેનેટ્રેશન રેટ અને 8 કરોડથી વધુ વપરાશકર્તાઓની સાથે ફાસ્ટેગ ખૂબ ઝડપી સિસ્ટમ બની ગઈ છે. વન વ્હીકલ, વન ફાસ્ટેગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓ માટે સરળતા થશે અને નેશનલ હાઈવે પર વધુ સારો અનુભવ મળશે.


Google NewsGoogle News