'...તો મને વોટ આપવાની જરૂર નથી' નાગપુરમાં ભાજપના દિગ્ગજ નેતા કેમ આવું બોલ્યાં?
Image: Facebook
Lok Sabha Elections 2024: કેન્દ્રીય મંત્રી અને લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર નિતિન ગડકરીએ કહ્યું કે જો કોઈને લાગે છે કે મે કોઈ ભેદભાવ કર્યો છે તો મને વોટ આપવાની જરૂર નથી. મને જે પણ ઓળખ મળી છે, તે નાગપુરના લોકોની છે.
ગડકરીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષોમાં જો મે કોઈની સાથે કોઈ ભેદભાવ કર્યો છે કે દલિતો અને મુસલમાનોની સાથે અન્યાય કર્યો છે તો મને વોટ આપવાની જરૂર નથી. જો મે નિષ્ઠાથી કામ કર્યું છે તો મને વોટ આપો. તેમણે કહ્યું કે સમગ્ર દેશ માટે આ ખૂબ ખુશીની વાત છે કે ભગવાન રામની જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે. આજે આપણે દેશભરમાં રામનવમી ઉજવી રહ્યાં છીએ. ભગવાન રામ આપણી સંસ્કૃતિના પ્રતીક છે. આજે ભગવાન રામના આશીર્વાદથી અમે રામ રાજ્યની સ્થાપનાનો સંકલ્પ લીધો છે. એ સમગ્ર દેશ માટે ખૂબ ખુશીની વાત છે કે ભગવાન રામની જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થયું છે. આજે ભગવાન રામના આશીર્વાદથી અમે રામ રાજ્ય સ્થાપિત કરવાનો સંકલ્પ લીધો છે. હું નાગપુરના લોકોને પોતાનો પરિવાર માનું છું અને તેમને પણ આવુ જ લાગે છે. મને અહીંના લોકોથી ખૂબ પ્રેમ મળ્યો છે.
વચન નામું જારી કર્યું
મંગળવારે નિતિન ગડકરીએ નાગપુર લોકસભા વિસ્તાર માટે વચન નામું જારી કર્યું. તેમણે કહ્યું, 'અમારી યોજના નાગપુરમાં જૈવિક ફળ, શાકભાજી અને અનાજ બજાર ખોલવાની છે. ગડકરીએ કહ્યું કે મને મારી જીતને લઈને 101 ટકા વિશ્વાસ છે. આ વખતે હું ખૂબ સારા અંતરથી ચૂંટણી જીતીશ. જનતાનું સમર્થન, તેમનો ઉત્સાહ, પાર્ટી કાર્યકર્તાઓની આકરી મહેનતને જોતા હું 5 લાખથી વધુ અંતરથી જીતવાનો પૂરતો પ્રયત્ન કરીશ.
19 એપ્રિલે મતદાન
મહારાષ્ટ્રના 48 સંસદીય વિસ્તારો પૈકીના એક નાગપુરમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા નિતિન ગડકરી અને વર્તમાનમાં નાગપુર પશ્ચિમથી ધારાસભ્ય વિકાસ ઠાકરેની વચ્ચે ટક્કર થશે.