New Year માટે બદલાઈ રહ્યો છે ટૂરિસ્ટોનો રસ ? હિલ સ્ટેશન શિમલામાં 40 વર્ષમાં સૌથી ઓછા પ્રવાસી પહોચ્યાં
નવી મુંબઇ,તા. 1 જાન્યુઆરી 2024, સોમવાર
દર વર્ષે લાખો લોકો શિમલામાં હિમવર્ષાનો આનંદ માણવા આવે છે. લોકોની મનપસંદ ફરવાલાયક જગ્યામાંથી એક શિમલા છે. ઉનાળામાં ઠંડીનો અહેસાસ કરવા માટે પણ આ સ્થળ લોકોમાં પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં લોકો નવા વર્ષની શરૂઆત પણ આ જગ્યાએથી કરવાનું પસંદ કરે છે. ન્યુ યરમાં લોકો અહીં આવવાનું પસંદ કરે છે ત્યારે નવાઇની વાત એ છેકે,હંમેશા લોકોની પહેલી પસંદ રહેલ આ જગ્યા પર આ વર્ષના પહેલા દિવસે ઓછી ભીડ જોવા મળી હતી.
હિમાચલમાં શિમલા હિમવર્ષા પછી ખૂબ જ સુંદર બની જાય છે. આ સપ્તાહના અંતમાં હિમાચલ પ્રદેશની રાજધાનીમાં હિમવર્ષા થઇ હતી. આવી સ્થિતિમાં નવા વર્ષ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. દુઃખની વાત એ છે કે, છેલ્લા 40 વર્ષમાં શિમલામાં આ નવા વર્ષમાં સૌથી ઓછા પ્રવાસીઓ જોવા મળ્યા હતા. ઓક્યુપન્સી 50-60 ટકા હોવા છતાં ઘટતા ડેટાથી દરેકને આશ્ચર્ય થયું છે. પ્રવાસીઓની ઓછી સંખ્યાને કારણે દરેક વ્યક્તિ મૂંઝવણમાં છે. આ પછી શું થયું કે હવે લોકોએ હનીમૂન ડેસ્ટિનેશન કહેવાતી આ જગ્યાની મુલાકાત ઓછી કરી દીધી છે.
ઇન્ટનેટ પર લોકોએ આ બાબતે અલગ અલગ કારણો આપ્યા છે. એક ટુરિસ્ટના કહેવા પ્રમાણે લાસ્ટ બે વર્ષમાં કોરોના મહામારીને કારણે ટુરિઝમ વધી ગયુ હતુ. કારણ એ પણ હતુ કે ,એ સમયે લોકો પાસે વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન હતુ. હાલની સ્થિતિમાં ઓફિસ ઓપન છે. અન્ય એક યુઝરનું કહેવુ છેકે,ફ્લાઇટની ટીકીટની પ્રાઇસ વધી જવી પણ એક કારણ હોઇ શકે છે.
વીઝા ફ્રી દેશો સમસ્યા
ઘણા લોકોનું માનવુ એ પણ છેકે,ભારતીયો માટે બીજા સાઉથ ઇસ્ટ એશિયાઇ દેશોમાં વીઝા ફ્રી હોવાથી હવે લોકો શિમલા નથી જઇ રહ્યાં. જોકે, ડેટા અનુસાર 7600 ટૂરિસ્ટ વ્હીકલ શનિવાર સવારે 8 વાગ્યાથી રવિવારે બપોરે 12 pm સુધીનો શિમલા ચંડીગઢના શોઘી બેરિયરથી એંટર થયા હતા. SP શિમલાએ આ ડિટેલ્સ શેર કરી છે.