શિમલા-મનાલી સહિત અનેક જગ્યાએ હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત, 638 માર્ગો બંધ, વાહનવ્યવહાર ઠપ

હવે માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
શિમલા-મનાલી સહિત અનેક જગ્યાએ હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત, 638 માર્ગો બંધ, વાહનવ્યવહાર ઠપ 1 - image

image : IANS / Representative Image


Snowfall In Himachal : હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બે ફૂટ જ્યારે મનાલી, નારકંડા, કુફરી, ચંબા, રોહડુ, ચૌપાલમાં અડધાથી લઈને પોણા ફૂટ જેટલી હિમવર્ષા થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અનેક ટુરિસ્ટ ફસાઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે. 

638 માર્ગો બંધ થઇ ગયા 

તાજેતરની હિમવર્ષની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં જ આવેલા ચાર નેશનલ હાઇવે સહિત આશરે 638 માર્ગો પર બરફની ચાદર પથરાતાં વાહનવ્યહાર ઠપ થઇ ગયો છે. હવે માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેની વાહનવ્યહાર ફરી પહેલાની જેમ શરૂ થઇ શકે. 

ઠંડીનો ચમકારો વધ્યો 

છેલ્લા ચાર દિવસથી અટકી અટકીને હિમવર્ષા થવા તથા વરસાદ પડવાને લીધે ઠંડીનો ચમકારો ફરી વધવા લાગ્યો છે. લઘુત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી સુધી વધ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં બેથી છ ડિગ્રી સુધીનો વધારો થયો હતો. 

શિમલા-મનાલી સહિત અનેક જગ્યાએ હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત, 638 માર્ગો બંધ, વાહનવ્યવહાર ઠપ 2 - image


Google NewsGoogle News