Get The App

'સત્તામાં રહીને સટ્ટાનો ખેલ': મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના CMએ લીધા કરોડો રૂપિયા- સ્મૃતિ ઈરાનીનો આરોપ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
'સત્તામાં રહીને સટ્ટાનો ખેલ': મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના CMએ લીધા કરોડો રૂપિયા- સ્મૃતિ ઈરાનીનો આરોપ 1 - image


Image Source: Twitter

- મહાદેવ એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 538 કરોડ રૂપિયાની લાંચ આપી 

નવી દિલ્હી, તા. 04 નવેમ્બર 2023, શનિવાર

Assembly Election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી બીજેપી હેડક્વાટર્સમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મની લોન્ડરિંગના એક મામલે શુભમ સોનીએ પોતાના લેખિત નિવેદનમાં કહ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે કહ્યું છે કે, ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ આપી છે. 

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભૂપેશ બઘેલ સત્તામાં રહીને સટ્ટાનો મોટો ખેલ કરી રહ્યા છે. ગઈ કાલે મુખ્યમંત્રી અંગે ઘણા મોટા ખુલાસા થયા. સીમા દાસ નામના એક વ્યક્તિ પાસેથી 5.30 કરોડ રૂપિયા મળી આવ્યા છે. હું આજે કેટલાક સવાલ પૂછવા માંગુ છું. શું એ સત્ય છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓને શુભમ સોનીના માધ્યમથી અસીમ દાસ પૈસા પહોંચાડતો હતો. 

સ્મૃતિ ઈરાનીએ સટ્ટા સાથે સબંધિત કેટલાક સવાલ પૂછ્યા

શું એ સત્ય છે કે, શુભમ સોનીએ એક વોઈસ મેસેજના માધ્યમથી એ આદેશ આપ્યો કે, તેઓ રાયપુર જઈને બઘેલને ચૂંટણી ખર્ચ માટે પૈસા આપે? શું એ સત્ય છે કે, 2 નવેમ્બરના રોજ હોટેલ ટ્રાઈડેન્ટમાં કોટા દાસ પરથી પૈસા મળી આવ્યા. શું એ સત્ય છે કે, રેફ્રિજરેટર હેઠળ અલગ-અલગ બેંક ખાતામાંથી 15.50 કરોડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. 

બીજેપીએ લગાવ્યા સીએમ પર આ આરોપ

બીજેપી નેતાએ સીએમ ભૂપેશ બઘેલ પર આરોપ લગાવતા કહ્યું છે કે, આ તથ્યો ચોંકાવનારા છે કે જે શુભમ સોની વિશે અસીમ દાસે નિવેદન આપ્યુ છે તેના વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે, તપાસ એજન્સી પાસે શુભમ સોનીના અવાજમાં પણ પુરાવા ઉપલબ્ધ છે. એક લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 538 કરોડ રૂપિયાની લાંચ આપી છે. 


Google NewsGoogle News