અહો આશ્ચર્યમ!! સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના કર્યા ભરપૂર વખાણ, ભાજપને પણ કર્યો સાવચેત

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
અહો આશ્ચર્યમ!! સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના કર્યા ભરપૂર વખાણ, ભાજપને પણ કર્યો સાવચેત 1 - image


Image: Facebook

Smriti Irani Praised Rahul Gandhi: ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીનું વલણ બદલાયેલું લાગી રહ્યું છે. અમેઠીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ખૂબ વખાણ કર્યાં. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીના સ્વભાવ અને રાજકારણની રીતમાં મોટું પરિવર્તન આવ્યું છે.

રાહુલ ગાંધીના કર્યાં ખૂબ વખાણ

રાહુલ ગાંધી વિશે બોલતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું, રાહુલ ગાંધીના પોલિટિક્સમાં એક પરિવર્તન આવ્યું છે, તે વિચારે છે કે તેમણે સફળતા ચાખી લીધી છે, તે પહેલી વખત આટલું ઈન્સ્ટ્રુમેન્ટલ બોલી રહ્યાં છે. રાહુલ ગાંધી હવે અલગ પોલિટિક્સ કરી રહ્યાં છે.

ભાજપને ચેતવ્યો

સ્મૃતિએ ઈરાનીએ આગળ કહ્યું કે જો આપણે નોટિસ કરીએ તો કાસ્ટના રાજકારણમાં પણ તેઓ ખૂબ ધ્યાનથી બોલી રહ્યાં છે. રાહુલ સંસદમાં ટીશર્ટ પહેરે છે તો તે જાણે છે કે તેનો યુવા પેઢીમાં શું મેસેજ જશે. ભાજપે કોઈ ગેરસમજણમાં રહેવું જોઈએ નહીં કે રાહુલનું કોઈ પણ પગલું સારું, ખરાબ કે બાલિશ છે પરંતુ હવે તે અલગ રાજકારણ કરી રહ્યાં છે. 

નફરતના બજારમાં મોહબ્બતની દુકાન

કોંગ્રેસ નેતા પીસી શર્માએ સ્મૃતિ ઈરાનીના આ નિવેદનનો વીડિયો શેર કરી કહ્યું કે હવે સ્મૃતિ ઈરાની રાહુલના વખાણ કરી રહ્યાં છે. આ નફરતના બજારમાં મોહબ્બતની દુકાન છે.

જ્યારે રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની માટે કરી હતી અપીલ

આ પહેલા લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક હારનારા સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ખોટી નિવેદનબાજી કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ સલાહ આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાર-જીત તો ચાલ્યા કરે છે પરંતુ સ્મૃતિ ઈરાની અને કોઈ પણ નેતા વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી ન કરવામાં આવે.


Google NewsGoogle News