સ્મૃતિ ઈરાનીને મદીનામાં જોઈ મુસ્લિમ કટ્ટરપંથીઓ સાઉદી પર ભડક્યા, પ્રિન્સની ઝાટકણી કરી
સાઉદી અરેબિયા ગયેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મદીનાની મુલાકાત લેતા કટ્ટરપંથીઓને વાંધો પડ્યો
Smriti Irani In Saudi Arabia : સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા ભારતના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુસ્લિમોના સૌથી પવિત્ર શહેર મદીના (Madina)ની મુલાકાત લીધી હતી. મદીનાના પ્રથમવાર કોઈ બિન-મુસ્લિમ ભારતીય પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. તેમના પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ મુસ્લિમ કટ્ટરપંથીઓએ સાઉદી અરેબિયાને નિશાન બનાવ્યું શરૂ કર્યું છે.
સ્મૃતિ ઈરાનીની મદીના યાત્રાની તસવીરો જોઈ મુસ્લિમ કટ્ટરપંથી ભડક્યા
સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મદીનાની તસવીરો શેર કરી છે. જેને જોતાં જ કટ્ટરપંથીઓ નારાજ થયા છે. ભારતીય કેન્દ્રીય મંત્રીની મુલાકાતની ટીકા કરનારાઓનું કહેવું છે કે, સાઉદી અરેબિયાએ બિન-મુસ્લિમ મહિલાને મદીનાનો પ્રવાસ કરવાની મંજૂરી ન આપવી જોઈએ. ટીકાકારો સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદીની પણ ટીકા કરી રહ્યા છે.
સ્મૃતિ ઈરાનીએ મદીના યાત્રા અંગે એક્સ પર લખ્યું કે, ‘આજે મદીનાનો ઐતિહાસિક પ્રવાસ કર્યો, ઈસ્લામના સૌથી પવિત્ર શહેરમાંથી એકમાં પયગંબરની મસ્જિદ અલ મસ્જિદ અલ નબવી, ઉહુદના પહાડ અને ક્યૂબા મસ્જિદ - ઈસ્લામની પ્રથમ મસ્જિદની પરિધિમાં સામેલ છે.’ ત્યારે તેમની આ પોસ્ટ જોઈ મુસ્લિમ કટ્ટરપંથીઓ લાલચોળ થઈ ગયા છે. આ લોકોએ સાઉદી પ્રિન્સને પણ છોડ્યા નથી.
‘આ શહેર મુસલમાનોનું છે’
એક મુસ્લિમ કટ્ટરપંથીએ સ્મૃતિ ઈરાની પોસ્ટ રિપોસ્ટ કરી લખ્યું કે, ‘ભારતનો એક હિન્દૂ રાજકીય નેતા મદીનામાં શું કરી રહ્યા છે? ભાજપ રાજનેતા હિન્દુત્વ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે ઓળખાય છે? પૈગંબરે આ ક્ષેત્રમાં મૂર્તિ પૂજા કનારાઓને આવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો, આ શહેર માત્ર મુસલમાનોનું છે, અહીં અન્ય કોઈ ન આવી શકે.’
અન્ય એક યુઝર્સે સાઉદીના પ્રિન્સને ટેગ કરીને લખ્યું છે કે, ‘તમે પયગંબરમાં ન માનનારાઓને આપણા સેંક્ચ્યુરીની પરિધિ સુધી કેમ જવા દીધા? તમે અન્ય ભાગોમાં ઈચ્છો તેટલી પ્રગતિ કરી શકો છે, કરી લો, પરંતુ મક્કા મુકર્રમા અને મદીના મુનવ્વરાના પયગંબર અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થલ છે.’