ધોલેરા અને ગ્રેટર નોઈડાની જેમ 12 રાજ્યોમાં બનાવાશે ‘સ્માર્ટ ઔદ્યોગિક શહેર’, સરકારની જાહેરાત
Smart Industrial City : દેશમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા અને ગુજરાતના ધોલેરા જેવા વિવિધ રાજ્યોમાં 12 નવા ઔદ્યોગિક શહેરો બનાવવામાં આવશે. આ અંગે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના (DPIIT) સચિવ રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, 'આવા બે સ્માર્ટ ઔદ્યોગિક શહેરો આંધ્રપ્રદેશમાં અને બિહારમાં વિકસાવવામાં આવી રહ્યાં છે. જેમાં નવા શહેરોને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં સંપર્ક કરવામાં આવ્યો છે. બીજી તરફ, 12 નવા સ્માર્ટ ઔદ્યોગિક શહેરો તૈયાર થતાં દેશમાં કુલ 20 સ્માર્ટ શહેરો થશે.'
આ પણ વાંચો : કારગિલ યુદ્ધના 25 વર્ષ, 1999માં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈ ભારતના નરબંકાઓએ જીતી હતી.
આ શહેરોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવશે
સિંહે હતું કે, 'આ પ્રકારના આઠ શહેરોમાં પહેલેથી અમલીકરણ માટે જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગુજરાતના ધોલેરા, મહારાષ્ટ્રના એરિક, મધ્યપ્રદેશના વિક્રમ ઉદ્યોગપુરી અને આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ સહિતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે તેની માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સાથે ઉદ્યોગો માટે પ્લોટ ફાળવવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રકારે અન્ય ચાર ઔદ્યોગિક શહેરોમાં વાહન પરિવહન, પાણી અને પાવર સપ્લાય જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સરકાર કામ કરી રહી છે'
આ પણ વાંચો : દેશભરમાં સોનાનો એક જ ભાવ: પૂર્વી ભારતથી થશે શરૂઆત, જાણો તમને શું થશે ફાયદો
12 નવા સ્માર્ટ ઔદ્યોગિક શહેરો તૈયાર કરાશે
તાજેતરમાં જાહેર કરવામાં આવેલા બજેટમાં 12 નવા ઔદ્યોગિક શહેરોની જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તરીકે ઓળખતા 12 નવા શહેરો બનવાની સાથે કુલ 20 શહેરો સ્માર્ટ બનશે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યા પછી પ્લોટ ફાળવણી કરવામાં આવી છે. આ સ્માર્ટ શહેરો બનાવતી વખતે પર્યાવરણીય મંજૂરી લેવામાં આવે છે.
આ પણ વાંચો : ખતમ થઈ જશે 9થી 5ની નોકરીઓ, આવા લોકો સૌથી વધુ કમાશે : LinkedIn ના કૉ-ફાઉન્ડરની ભવિષ્યવાણી
નવા શહેરોને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં સંપર્ક કર્યો
સિંહે જણાવ્યું હતું કે, 'DPIIT દ્વારા નવા શહેરોને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં સંપર્ક કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ શહેરો માટેની યોજના તૈયાર હોવાની સાથે રાજ્ય સરકાર પાસે જમીન પણ છે. જેમાં સ્પેશિયલ પર્પઝ વ્હિકલને (SPV) ઈક્વિટી મંજૂરી આપવાની રહેશે.'