‘સિનિયર સિટિઝન સેવિંગ સ્કિમ’માં 6 મહિનામાં 2.5 ટકા વધ્યું રોકાણ, મહિલાઓ માટેની આ યોજનામાં પણ પ્રગતિ

એપ્રિલથી અત્યાર સુધીમાં 2. 5 ઘણા વધ્યા રોકાણકારો

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizens Saving Sheme)માં વ્યાજ દર જુનના 8 ટકાથી વધારીને 8.2 ટકા કરાયો

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
‘સિનિયર સિટિઝન સેવિંગ સ્કિમ’માં 6 મહિનામાં 2.5 ટકા વધ્યું રોકાણ, મહિલાઓ માટેની આ યોજનામાં પણ પ્રગતિ 1 - image
Iamge Envato 

તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર 

Small Saving Schemes Investment : આજે મોંઘવારીના યુગમાં દરેક લોકો કોઈને કોઈ રીતે બચત કરતા હોય છે. જેમા પૈસા સુરક્ષિત રહેવા સાથે સાથે તેમા રિટર્ન પણ સારુ મળે તે રીતે દરેક લોકો રોકાણ કરતા હોય છે.  તેના માટે લોકો નાની નાની બચત યોજનાઓની  પહેલી પસંદગી કરતા હોય છે. નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Govt)માં  લોકો જોરદાર ફાયદો ઉઠાવી રહ્યા છે. અને તેમાં ખાસ કરીને સિનિયર સિટીઝન માટે ચલાવવામાં આવતી યોજનામાં સારુ વ્યાજ મળતુ હોવાથી મોટા પ્રમાણમાં લોકો આ સ્કીમમાં લાભ લઈ રહ્યા છે.

એપ્રિલથી અત્યાર સુધીમાં 2. 5 ઘણા વધ્યા રોકાણકારો 

રિપોર્ટ પ્રમાણે એપ્રિલ- સપ્ટેમ્બરના છ માસમાં માત્ર સિનિયર સિટીઝનની સ્કીમમાં જોરદાર વધારો થયો છે એવુ નથી તેની સાથે સાથે મહિલાઓ માટે ચલાવવામાં આવતી નાની બચતમાં આ આંકડો ઘણો વધી ગયો છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ (Senior Citizens Saving Sheme) માં ડિપોઝિટ દર વર્ષે લગભગ 2.5 ગણો વધારો થતો રહે છે અને તે વધીને 74, 625 કરોડ રુપિયા સુધી પહોચી ગયો છે. 

સિનિયર સિટીઝનને મળી રહ્યુ છે આટલું વ્યાજ 

સરકારે વરિષ્ટ નાગરિકો સાથે જોડાયેલી વ્યાજ દરોમાં સારુ વ્યાજ હોવાથી મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. જેમા  સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizens Saving Sheme)માં વ્યાજ દર જુનના 8 ટકાથી વધારીને 8.2 ટકા કરવામાં આવી છે. તે સિવાય રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં પણ 20 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો



Google NewsGoogle News