Republic Day 2024 : જોશ અને દેશપ્રેમની ભાવના જગાવી દેનારા નારા, બાળકોને ગણતંત્ર દિવસ પર શીખવો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
Republic Day 2024 : જોશ અને દેશપ્રેમની ભાવના જગાવી દેનારા નારા, બાળકોને ગણતંત્ર દિવસ પર શીખવો 1 - image


Image Source: Freepik

નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2024 બુધવાર

આઝાદી બાદ ભારતને એક લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે દેશનું સત્તાવાર રીતે બંધારણ 26 જાન્યુઆરી 1950એ લાગુ કરવામાં આવ્યુ. ત્યારથી દર વર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવવા લાગ્યો. ગણતંત્ર દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે મનાવાય છે. આ દિવસે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ હોય છે. સ્કુલ-કોલેજ, સરકારી અને બિન-સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. દેશભક્તિના નારા લગાવવામાં આવે છે અને ભારતની ગૌરવપૂર્ણ ગાથાને ગાઈને ગર્વ અનુભવાય છે. 26 જાન્યુઆરીના અવસરે સ્કુલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં બાળકો ભાગ લે છે. આમ તો ગણતંત્ર દિવસ માટે સ્કુલોમાં તૈયારી પહેલેથી જ શરૂ થઈ જાય છે પરંતુ જો તમારુ બાળક પણ ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યુ છે તો તેને દેશભક્તિ જગાડનાર સૂત્રો શીખવાડો. આઝાદીની લડતમાં સામેલ ક્રાંતિકારીઓએ આ નારા દ્વારા ભારતની આઝાદી માટે દેશવાસીઓને એકત્ર કર્યા હતા.  

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હે - બિસ્મિલ અજીમાબાદી

સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે - બાળ ગંગાધર તિલક

વિજયી વિશ્વ તિરંગા પ્યારા - શ્યામલાલ ગુપ્ત

સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાન હમારા - ઈકબાલ

જન-ગણ-મન અધિનાયક જય હે - રવીન્દ્રનાથ ટાગોર

ભારત માતા કી જય - મહાત્મા ગાંધી

વંદે માતરમ - બંકિમ ચંદ્ર ચેટર્જી

તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા - સુભાષચંદ્ર બોઝ

જય જવાન, જય કિસાન - લાલ બહાદુર શાસ્ત્રી


Google NewsGoogle News