પઠાણકોટમાં દેખાયેલા સાત શંકાસ્પદ આતંકીના સ્કેચ જાહેર, પાણી પીને જંગલમાં થઈ ગયા ગાયબ
Seven Suspected Terrorists Spotted In Pathankot Area : પઠાણકોટ વિસ્તારમાં સાત શંકાસ્પદ લોકો એક મહિલાને નજરે ચડતા તેણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, 'ગઈ કાલે (23 જુલાઈ) જંગલના રસ્તેથી સાત શંકાસ્પદ લોકો તેની પાસે આવીને પાણી માગીને પછી જંગલના રસ્તે પાછા ફર્યા હતા. આ શંકાસ્પદ લોકોના ખભા પર ભારે થેલીઓ લટકાવેલી અને તેઓ જંગલમાં પાછા ફરતાં સમયે વારંવાર પાછળ જોયા કરતાં હતા.' પોલીસ દ્વારા પઠાણકોટ વિસ્તારમાં જોવા મળેલા શંકાસ્પદ લોકોના સ્કેચ તૈયારી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
પઠાણકોટ વિસ્તારમાં સાત શંકાસ્પદ આતંકી નજરે ચડ્યાં
જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં આતંકવાદી ઘટનાઓમાં થયેલા વધારા પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી છે. જેમાં આતંકવાદીને પડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે પઠાણકોટ વિસ્તારમાં એક મહિલાને સાત શંકાસ્પદ લોકો નજરે ચડ્યા હોવાના જાણકારી પોલીસને મળતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલા પણ અનેક વખત વિસ્તારોમાં શંકાસ્પદ લોકો જોવા મળ્યાંની ઘટના બની છે. બીજી તરફ, જમ્મુ કાશ્મીર અને પઠાણકોટના ઘણા વિસ્તારોમાં પણ અજાણ્યાં લોકોની અવર-જવર જોવા મળી હતી.
શંકાસ્પદ આંતકીએ મહિલા પાસે પાણી માગ્યું
તાજેતરમાં પઠાણકોટના ફંગતોલી ગામ ખાતે એક મહિલાના ઘરે સાત શંકાસ્પદ લોકો આવી પહોંચ્યાં હતા. જેમાં તેઓ મહિલાની પાસેથી પાણી માગીને ઘરની બધી પૂછપરછ કર્યા બાદ જંગલ તરફ પાછા ફર્યા હતા. મહિલાએ જેની જાણકારી સૌ પહેલા સ્થાનિક લોકોને જણાવ્યા પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, આ પછી પોલીસ ત્યાં પહોંચીને મહિલાની પૂછપરછ કરીને પઠાણકોટ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જમ્મુ કાશ્મીર બોર્ડર તરફ જંગલના રસ્તે પરત ફર્યા આંતકીઓ
પોલીસના અધિકારીએ પૂછપરછ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, 'જંગલના રસ્તેથી આવેલા સાત શંકાસ્પદ લોકોએ મારા પતિ શું કરે છે અને તમે ઘરમાં એકલા છો? જેવા પ્રશ્નો કર્યા હતા. આ સાથે તેઓના ખભા પર ભારે થેલીઓ લટકાવેલી હતી. જ્યારે તેઓ જંગલ તરફ પાછા ફર્યા ત્યારે વારંવાર પાછળ જોઈ રહ્યાં હતા.' જેમાં શંકાસ્પદ લોકો જે જંગલ રસ્તેથી પરત ફર્યા તે રસ્તો જમ્મુ કાશ્મીર બોર્ડર તરફ જતો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
શંકાસ્પદનો સ્કેચ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પોલીસ અધિકારીએ સ્થાનિક લોકોને શંકાસ્પદ આતંકી નજરે ચડે તો જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે. મહિલાના કહ્યાં પ્રમાણે એક શંકાસ્પદનો સ્કેચ બહાર પાડ્યાં બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યારે થોડા દિવસ પહેલા પઠાણકોટના મામૂનમાં ચાર શંકાસ્પદ જોવા મળ્યાં હતા. જેને પકડી પાડવા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતું. બીજી તરફ, જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોલાબમાં આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે એક જવાનને ઈજા પહોંચી હતી.