Get The App

ઉત્તર પ્રદેશ: ડ્રાઈવરને ઝોંકુ આવતા બોલેરો-ટ્રક વચ્ચે સામ-સામે ધડાકાભેર ટક્કર, 6નાં મોત

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશ: ડ્રાઈવરને ઝોંકુ આવતા બોલેરો-ટ્રક વચ્ચે સામ-સામે ધડાકાભેર ટક્કર, 6નાં મોત 1 - image


Road Accident In Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાંથી વધુ એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકો મૃત્યુ નિપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

અહેવાલો અનુસાર, બોલેરોમાં 11 મુસાફરો સવાર હતા જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે પાંચ લોતો ઈજાગ્રસ્ત થતા તેમને સીએચસી રામનગર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો મધ્ય પ્રદેશના છતરપુર જનપદના હોવાની જાણકારી છે. તેઓ પ્રયાગરાજથી પાછા આવી રહ્યા હતા. તે સમયે ડ્રાઈવરને અચાનક ઝોંકુ આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કર્યા બાદ રદ


ઝાડ સાથે અથડાતા બેકાબૂ કાર ખીણમાં ખાબકી

ઉલ્લેખનીય છે કે, પીલીભીતમાં એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો.જેમાં સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. આ કારમાં 11 લોકો સવાર હતા. જેમાંથી 6ના મોત થયા છે અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઉત્તર પ્રદેશ: ડ્રાઈવરને ઝોંકુ આવતા બોલેરો-ટ્રક વચ્ચે સામ-સામે ધડાકાભેર ટક્કર, 6નાં મોત 2 - image



Google NewsGoogle News