Get The App

રાજસ્થાનમાં 185 સભ્યોનું કુટુંબ, 6 પેઢી એકસાથે એક જ ઘરમાં રહે છે, મહિનાનો રેશનિંગ ખર્ચ 12 લાખ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
joint family with 185 members in rajasthan


185 Members Family in Rajasthan: વર્તમાન સમયમાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા ખતમ થઈ રહી છે અને ન્યુક્લિયર ફેમિલીનું ચલણ વધી રહ્યું છે. જેમા પતિ-પત્ની અને તેમના બાળકો હોય છે. આ બદલાતા ટ્રેન્ડ વચ્ચે રાજસ્થાનનું એક કુટુંબ આદર્શ છે. આ કુટુંબના કુલ 185 સભ્યો એક સાથે રહે છે. તેની સાથે છ પેઢીથી બધા જોડે રહે છે. રાજસ્થાનના આ બાગડી માળી પરિવારનો વીડિયો બધે વાઈરલ થઈ રહ્યો છે. 

કુટુંબના મહિનાનો રેશનિંગનો ખર્ચ જ રૂ.12 લાખ 

આ કુટુંબ અજમેરથી 36 કિ.મી. દૂર નસીરાબાદની પાસેના રામસર ગામમાં વસે છે. કુટુંબ મોટું હોવાથી ઘરની રસોઈ વ્યવસ્થા પણ ઘણી મોટી છે. કુટુંબની વહુ લાડી દેવીએ જણાવ્યું હતું કે સવારે અને સાંજે એકસાથે 13-13 ચૂલા પ્રગટે છે. તેમા દરરોજ 15 કિલો શાકભાજી અને 50 કિલો લોટની રસોઈ બનાવવા વપરાય છે. સમગ્ર કુટુંબના મહિનાનો રેશનિંગનો ખર્ચ જ 12 લાખ રૂપિયા છે. 

એક સાથે છ પેઢીના રહે છે 

આ સંયુક્ત કુટુંબમાં છ પેઢી જોડે રહે છે. તેમાં 65 પુરુષ, 60 મહિલા અને 60 બાળકો સામેલ છે. બાગડી માળી કુટુંબના વડા સુલ્તાન માળી હતા. તેમને છ પુત્ર મોહનલાલ, ભંવરલાલ, રામચંદ્ર, છગનલાલ, છોટુલાલ અને બિરદીચંદ હતા.

વિવાદ થાય તો વૃદ્ધો ભેગા બેસીને સમાધાન કરે

સુલ્તાન માળી અને તેમના બે પુત્ર ભંવરલાલ અને રામચંદ્રનું નિધન થઈ ચૂક્યું છે. સંયુક્ત કુટુંબના સભ્ય બિરદીચંદે જણાવ્યું હતું કે તેમના પિતાએ હંમેશા કુટુંબને એકજૂથ રહેવાની સલાહ આપી હતી. તેઓ આજે પણ તેમના બતાવેલા રસ્તા પર ચાલે છે. વિવાદ થાય તો વૃદ્ધો ભેગા બેસીને સમાધાન કરે છે. કુટુંબના બધા સભ્યોની વચ્ચે પ્રેમ અને ભાઈચારો છે. 

બાળકો, વૃદ્ધો અને જવાન બધા એકસાથે જમે છે

કુટુંબના કેટલાક સભ્ય સરકારી, કેટલાક ખાનગી નોકરી કરે છે. અન્ય ખેતી, પશુપાલન કરે છે. બિલ્ડિંગ મટીરિયલની દુકાન ચલાવે છે અને ટ્રેક્ટર ચલાવી કમાય છે. બાળકો, વૃદ્ધો અને જવાન બધા એકસાથે જમે છે. આ કુટુંબની 700 વીઘા જમીન છે, 12 કાર છે, 80 ટુ-વ્હીલર છે, 11 ટ્રેક્ટર છે. દર વર્ષે કુટુંબમાં દસ બાળક જન્મે છે. બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન અને કૌશલે તેનો વીડિયો પોસ્ટ કરતાં આ કુટુંબની વાત બધાના નજર પર આવી હતી.

રાજસ્થાનમાં 185 સભ્યોનું કુટુંબ, 6 પેઢી એકસાથે એક જ ઘરમાં રહે છે, મહિનાનો રેશનિંગ ખર્ચ 12 લાખ 2 - image


Google NewsGoogle News