ઝારખંડમાં મોટી કરુણાંતિકા, જળાશયમાં ન્હાવા પડતાં 6 બાળકોનાં ડૂબી જતાં મોત, રોષે ભરાયા લોકો
Image : Representative (pixabay) |
Jharkhand: ઝારખંડમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં ન્હાવા પડતાં છ બાળકોના ડૂબી જતાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગઈ છે. છ બાળકોના પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
બે જિલ્લામાં કુલ છ બાળકો ડૂબી ગયા હતા
ઝારખંડના દેવઘર અને ગઢવા જિલ્લામાં આજે (17 ઓગસ્ટ) છ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યાનુસાર કે દેવઘરમાં 3 અને ગઢવા જિલ્લામાં 3 બાળકો ડૂબી ગયા હતા. બાળકોની ઉમર આઠથી નવ વર્ષની હોવાનું કહેવાય છે. બંશીધર નગર ઉંટારીના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સત્યેન્દ્ર નારાયણ સિંહે જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે ડૂબી ગયા હતા. દેવધર અને ગઢવા જિલ્લામાં મૃતક બાળકોનો પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.
આ પણ વાંચો : મોટી ટ્રેન દુર્ઘટના, અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડ્યાં
પોલીસે મૃતક બાળકોની ઓળખ કરી
પોલીસ આપેલી માહિતી અનુસાર મૃતક બાળકોની ઓળખ સૂરજ ઉરાં (11 વર્ષ), મનીષ મિંજ (13 વર્ષ), ચંદ્રકાંત કુમાર (9 વર્ષ), શિવમ કુમાર (9 વર્ષ) અને દીપક કુમાર (11 વર્ષ) તેમજ વાસુદેવ યાદવના પુત્ર દિવાકર યાદવ તરીકે થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ચાર દિવસ પહેલા પિપરાસોલ ગામના કેટલાક લોકોએ મૃતક બાળકોના પરિવારના સભ્યોને ટ્રેક્ટર વડે ખેડાણ કરવા બાબતે માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.