લોકસભા બાદ કોંગ્રેસના 'અચ્છે દીન', આ રાજ્યમાં 6 એમએલસીએ 'પંજા'નો સાથ ઝાલ્યો, વિપક્ષને ઝટકો
Congress : લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનું પ્રદર્શન સુધારતા 99 બેઠકો જીતી હતી. ત્યારે હવે તેલગાણા (Telangana)માં ફરી એકવાર પાર્ટી મજબૂત થઈ રહી છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના 6 વિધાન પરિષદના સભ્યો (MLC) કોંગ્રેસમાં જોડાયા છે.
મુખ્યમંત્રીની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું
તેલંગાણામાં BRSના 6 MLC ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રીને રેવંત રેડ્ડી (Revanth Reddy)ની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું હતું. નોંધનીય છેકે ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં BRSની હાર બાદ 6 ધારાસભ્યો સહિત ઘણા નેતાઓએ BRS પાર્ટી છોડી દીધી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર BRSના 6 MLC કોંગ્રેસમાં જોડાવાને પાર્ટી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે છ BRSના એમએલસી કે જેઓ પાર્ટીમાં જોડાયા છે તેમાં દાંડે વિઠ્ઠલ, ભાનુ પ્રસાદ રાવ, એમએસ પ્રભાકર, બોગ્ગારાપુ દયાનંદ, યેગે મલ્લેશમ અને બસવરાજુ સરૈયા સામેલ છે.
હાલમાં BRS પાસે 25 સભ્યો છે
તેલંગાણા વિધાન પરિષદ (elangana Legislative Council)ની વેબસાઈટ અનુસાર, હાલમાં BRS પાસે 25 સભ્યો છે અને કોંગ્રેસ પાસે 4 સભ્યો છે. 40 સભ્યોની વિધાન પરિષદમાં 4 નામાંકિત સભ્યો છે, જેમાં બે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM), ભારતીય જનતા પાર્ટી (BJP) અને PRTUમાંથી એક-એક અને એક સ્વતંત્ર સભ્ય છે, જ્યારે બે બેઠકો ખાલી છે. BRSના છ નેતાઓ કોંગ્રેસમાં જોડાતા તેલંગાણા વિધાન પરિષદમાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો
નોંધનીય છેકે ગત વર્ષે તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ BRSના છ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં વધુ ધારાસભ્યો સત્તાધારી પક્ષમાં જોડાઈ શકે છે. વિધાનસભા ચૂંટણીમાં BRSએ કુલ 119 વિધાનસભા બેઠકોમાંથી 39 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ 64 બેઠકો જીતીને સત્તામાં આવી હતી. સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ બેઠકના બીઆરએસ ધારાસભ્ય જી લસ્યા નંદિતાનું આ વર્ષની શરૂઆતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેના પગલે કોંગ્રેસે આ બેઠક પરથી પેટાચૂંટણી જીતી હતી. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે.